તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • People Searching For Sonali Phogat's Age On Google, CM Mahoharlal Khattar, Hooda, Behind After Getting Ticket

ટિકિટ મળ્યાની સાથે ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટે ગૂગલ ટ્રેન્ડમાં ખટ્ટર અને હુ્ડ્ડાને પાછળ રાખી દીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને લોકો પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાથી વધારે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે
  • આદમપુર સીટ પરથી ભાજપની ઉમેદવાર સોનાલી ફોગાટ આ બે નેતાઓથી આગળ નીકળી ગઈ છે

પાનીપત(મનોજ કૌશિક) હરિયાણાના ચૂંટણી મહાકુંભમાં ગૂગલ ટ્રેન્ડ પર પણ નેતાઓનો ગ્રાફ ઉપર નીચે જઈ રહ્યો છે. 10 સપ્ટેમ્બરથી ગુરુવાર સુધી ગૂગલ ટ્રેન્ડ પર નજર કરીએ તો 1 મહિનામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને લોકો પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાથી વધારે સર્ચ કરી રહ્યા છે. તો બીજી તરફ આદમપુરથી ભાજપની ઉમેદવાર અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ આ બન્નેથી આગળ નીકળી ગઈ છે. લોકો સોનાલીની ઉંમર અને તેની બાયોગ્રાફી વિશે જાણવા માંગે છે. તેની સાથે જોડાયેલા સર્ચ પણ ગૂગલ પર કરવામાં આવી રહ્યા છે. 
ગૂગલ ટ્રેન્ડના જણાવ્યા પ્રમાણે, 2જી ઓક્ટોબર પહેલા સોનાલી ફોગાટને એટલી સર્ચ નહોતી કરાઈ. જેવી જ ભારતીય જનતા પાર્ટીએ સોનાલીને ટિકિટ આપવાની જાહેરાત કરી તો તે ગૂગલ પર ટ્રેન્ડમાં રહેલા લાગી છે. સોનાલીની ઉંમર અને તેમની ફેમિલી બેકગ્રાઉન્ડને પણ વધારે સર્ચ કરાયું છે. 

જાણો કોણ છે સોનાલી ફોગાટ?

  • સોનાલી ફોગાટ ફતેહાબાદ જિલ્લાના ભૂઠન ગામની રહેવાસી છે. તેમના પિતા ખેડૂત છે. સોનાલીના લગ્ન સંજય ફોગાટ સાથે થયા હતા.સંજયનું 2016માં હિસારમાં મોત થયું હતું. સોનાલીને બે બહેનો અને એક ભાઈ છે. આ ઉપરાંત તે સોશયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ટીકટોક સ્ટાર સોનાલી ફોગાટના 1 લાખ 32 હજાર ફોલોવર્સ છે. સોનાલી રાજકારણમાં આવ્યા પહેલા સિરીયલમાં પણ કામ કરી ચુકી છે. તેને ભારતીય જનતા પાર્ટીએ આદમપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારી છે. તેમની સામે કોંગ્રેસ પાર્ટી તરફથી કુલદીપ વિશ્નોઈ મેદાનમાં છે.
  • સોનાલીને પહેલાથી જ એક્ટિંગમાં ઝંપલાવવું હતું એટલા માટે જ હરિયાણા ભાષામાં દૂરદર્શનમાં આઠ વર્ષ સુધી કામ કર્યું હતું. તેમને ભારત પાકિસ્તાનના ભાગલા પર આધારિત અમ્મા નામની સિરીયલથી સૌથી મોટી બ્રેક મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ સોનાલીનું સર્ચિંગ 
ગૂગલ ટ્રેન્ડ પર જો આ ત્રણ નેતાઓની તુલના કરવામાં આવે તો ભારતમાં સોનાલી ફોગાટને 45%, મનોહર લાલને 40% જ્યારે ભૂપેન્દ્ર સિંહને 15% સર્ચ કરવામાં આવ્યા છે. સાથે જ વિદેશોની વાત કરવામાં આવે તો સોનાલીને ઓસ્ટ્રેલિયા, કતર, કેનેડામાં પણ સર્ચ કરવામાં આવ્યા છે. વિદેશોમાં હુડ્ડા અને મનોહરનું સર્ચિંગ ઓછું કરવામાં આવ્યું છે. 

હુડ્ડા, સુરજેવાલા, દુષ્યંત અને અભય કરતા આગળ નીકળ્યા ખટ્ટર
ભૂપેન્દ્ર હુડ્ડા, અભય ચૌટાલા, દુષ્યંત ચૌટાલા, રણદીપ સુરજેવાલાથી વધારે ગૂગલ પર મુખ્યમંત્રી મનોહર લાલને સર્ચ કરાઈ રહ્યાં છે. ગૂગલ ટ્રેન્ડ પર ભારતમાં દુષ્યંત ચૌટાલાને 27%, રણદીપ સિંહ સુરજેવાલાને 8% અને અભય ચૌટાલાને 5% સર્ચ કરાઈ રહ્યા છે. હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, પરિણામ 24 તારીખે આવશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો