કરતારપુર કોરિડોર / પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- સેવા ફી તરીકે શ્રદ્ધાળુઓ પાસેથી 1400 રૂપિયા વસુલાશે

Pakistan Foreign Ministry Spokeswoman says - 1400 rupees will be collected from devotees as service fee

  •  આ પહેલા બન્ને દેશો વચ્ચે આ મુદ્દે બન્ને દેશોના વચ્ચે ફી અને પ્રોટોકોલ અધિકારીની નિમણૂકના મુદ્દે સહમતી બની શકી ન હતી 
  • ભારતે પાકિસ્તાનના આ નિર્ણયનો વિરોધ કહેતા કહ્યું કે, શીખ ઈતિહાસ પ્રમાણે શ્રદ્ધાળુઓને કોઈ ગુરુવદ્વારા સાહિબમાં જવા અંગે એન્ટ્રી ટેક્સ નહીં લેવામાં આવે 

Divyabhaskar.com

Sep 13, 2019, 02:03 PM IST

ઈસ્લામાબાદઃ કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાને ફરી બાજી પલટતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફેસલે કહ્યું કે, ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી એન્ટ્રી ટેક્સ નહીં લેવાય પણ પ્રત્યેક ભારતીય શ્રદ્ધાળુ પાસેથી 1400 રૂપિયા(20 ડોલર) સેવા ફી વસુલવામાં આવશે. આ પહેલા અટારીમાં 4 સપ્ટેમ્બરે બન્ને દેશો વચ્ચે થયેલી મિટિંગમાં આ મુદ્દે બન્ને દેશો વચ્ચે ફી અને પ્રોટોકોલ અધિકારીઓની નિમણૂક અંગે સહમતી બની ન હતી. ભારતે પાકિસ્તાનના આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે, શીખ ઈતિહાસ પ્રમાણે શ્રદ્ધાળુઓને કોઈ ગુરુવદ્વારા સાહિબમાં જવા માટે પ્રકારનો ટેક્સ વસુલવામાં આવતો નથી.

મોદી પાકિસ્તાન પણ દબાણ વધારેઃ અમરિંદર- સિંહ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે સેવા ફી મામલે પીએમ મોદીને પાકિસ્તાન પણ દબાણ વધારવા માટે કહ્યું છે. કેપ્ટને કહ્યું આનાથી શ્રદ્ધાળુઓ પર આર્થિક બોજ પડશે. મોટાભાગના શ્રદ્ધાળુઓ આર્થિક રીતે આ બોજ સહન નહીં કરી શકે.

X
Pakistan Foreign Ministry Spokeswoman says - 1400 rupees will be collected from devotees as service fee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી