• Home
  • National
  • Pak military's claim of killing 5 Indian soldiers, Indian Army rejects and said a fictitious claim

એલઓસી / પાકે કહ્યું- ગોળીબારમાં સરહદ પાર 5 જવાન માર્યા ગયા, ભારતે કહ્યું-આ કાલ્પનિક દાવો

Pak military's claim of killing 5 Indian soldiers, Indian Army rejects and said - a fictitious claim

  • પાક સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે કહ્યું- આ ગોળીબારમાં પાકિસ્તાનના ત્રણ સૈનિક પણ માર્યા ગયા છે
  • ગફૂરે કહ્યું- કાશ્મીરમાં હાલની સ્થિતિથી ધ્યાન ભટકાવવા ભારતે ગોળીબાર કર્યો

Divyabhaskar.com

Aug 16, 2019, 11:13 AM IST

શ્રીનગરઃ પાકિસ્તાની સેનાએ ગુરુવારે દાવો કર્યો છેકે એલઓસી પર ગોળીબારમાં તેમણે સરહદ પાર 5 સૈનિકોને ઠાર માર્યા છે. ભારતીય સેનાએ આ દાવાને કાલ્પનિક ગણાવ્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છેકે સરહદ પર થઈ રહેલા ગોળીબાર પાછળ ભારતનો હેતુ કાશ્મીરમાં હાલની સ્થિતિથી ધ્યાન ભટકાવવાનું છે. તેમણે કહ્યું કે આ ગોળીબારમાં પાકિસ્તાનના ત્રણ સૈનિક પણ માર્યા ગયા છે.

ગફૂરે ટ્વીટ કરીને એવો પણ આરોપ લગાવ્યો છેકે ભારતીય સેનાએ જમ્મૂ-કાશ્મીરની હાલની સ્થિતિથી ધ્યાન હટાવવા માટે નિયંત્રણ રેખા પર ગોળીબાર શરૂ કરી છે. તેમણે દાવો કર્યો છેકે અનેક બંકર ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે અને સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીને પાકિસ્તાને કરેલા દાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, પાક સેના દ્વારા કરવામાં આવેલા દાવા કાલ્પનિક છે.

નિયંત્રણ રેખા પર બન્ને દેશોએ સુરક્ષા વધારી
જમ્મૂ-કાશ્મીરમાં 370 હટાવવાના ભારતના નિર્ણય બાદ એલઓસી પર પાકિસ્તાનની સેનાને વધુ માત્રામાં તહેનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું છે. વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે એલઓસી પર ભારતીય સેનાએ પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સેનાને પાકિસ્તાન તરફથી કોઇપણ પ્રકારના દુસ્સહાસનને પહોંચી વળવા માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

X
Pak military's claim of killing 5 Indian soldiers, Indian Army rejects and said - a fictitious claim

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી