પ્રતિક્રિયા / ચિદમ્બરમે મોદીના ભાષણની પ્રશંસા કરી, કહ્યું- નાનો પરિવાર અને પ્લાસ્ટિક બેન જન અભિયાન બને

Chidambaram praised Modi's speech, saying - small family and plastic ben Jan campaign

  • વરિષ્ઠ કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કહ્યું- સ્વતંત્રતા દિવસ પર મોદીની 3 જાહેરાતોનું સ્વાગત થવું જોઈએ
  • મોદીએ સ્વતંત્રતા દિવસ પર કહ્યું હતું- અમીરોને શંકની નજરથી ન જોવા જોઈ

Divyabhaskar.com

Aug 16, 2019, 04:28 PM IST

નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થા, નોટબંધી સહિત તમામ મુદ્દાઓ પર મોદી સરકારનો વિરોધ કરનાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે શુક્રવારે તેમના એક નિવેદનથી બધાને સ્તબધ કરી દીધા છે. તેમણે મોદીના સ્વતંત્રતા દિવસ પર આપવામાં આવેલા ભાષણની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ ભાષણમાં મોદીની ત્રણ જાહેરાતોનું સ્વાગત થવું જોઈએ. ચિદમ્બરમે કહ્યું કે નાનો પરિવાર અને પ્લાસ્ટિક બેનને જન અભિયાન બનાવવું જોઈએ. અગાઉ ચિદમ્બરમે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની વાતનો વિરોધ કર્યો હતો.

વડપ્રધાને તેમના ભાષણમાં ત્રણ વાતો પર ભાર આપ્યો હતો. પ્રથમ નાનો પરિવાર રાષ્ટ્રીય કર્તવ્ય છે. બીજું, ધનવાનોને શંકની નજરથી ન જુઓ, તેમનું સમ્માન થવું જોઈએ. ત્રીજું પ્લાસ્ટીકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે.

આશા છે નાણામંત્રીએ મોદીનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું હશેઃ ચિદમ્બરમ

ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે આશા છે કે મોદીની ત્રણ જાહેરાત નાણાં મંત્રી અને તેમની ટીમના ટેક્સ અધિકારીઓ અને તપાસકર્તાઓએ વડાપ્રધાનની બીજી જાહેરાતને પણ સ્પષ્ટતાથી સાંભળી હશે. પ્રથમ અને બીજી જાહેરાત લોકોનું અભિયાન બની જવી જોઈએ. કેટલીય એવી સંસ્થાઓ છે, જે આ અભિયાનને સ્થાનિક સ્તર પર ક્રિયાન્વિત કરવાની ઈચ્છા રાખે છે.

જનસંખ્યા વિસ્ફોટ પર સામાજિક જાગ્રૃતતાની જરૂરિયાત- મોદી

મોદીએ લાલ કિલ્લા પર આપેલા ભાષણમાં જનસંખ્યા વિસ્ફોટ પર કહ્યું હતું કે આ મુદ્દા પર સામાજિક જાગ્રૃતતાની જરૂરિયાત છે. આમ જનતામાં એક હિસ્સા એવો પણ છે, જે બાળકને દુનિયામાં લાવતા પહેલા વિચારે છે કે શું તેઓ બાળકને જન્મ આપીને તેને ન્યાય આપી શકશે. તમામે આવા લોકો પાસેથી કઈક શીખવાની જરૂરિયાત છે. તેમનો નાનો પરિવાર પણ દેશ પ્રેમને અભિવ્યક્ત કરવાનું એક માધ્યમ છે.

X
Chidambaram praised Modi's speech, saying - small family and plastic ben Jan campaign
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી