નુસરત વિવાદ / મારા સિંદૂર લગાવવા અને વંદે માતરમ બોલવાથી ફક્ત 10% લોકો પરેશાન

બાંગ્લા અભિનેત્રી નુસરત જહાં જૈન કહે છે કે હું નેગેટિવ નથી- ફાઈલ
બાંગ્લા અભિનેત્રી નુસરત જહાં જૈન કહે છે કે હું નેગેટિવ નથી- ફાઈલ

  • સાંસદ નુસરત રથયાત્રામાં જવા અને જૈન સાથે લગ્ન કરવાને લીધે ચર્ચામાં છે 

Divyabhaskar.com

Jul 14, 2019, 06:26 AM IST

નેશનલ ડેસ્કઃ બાંગ્લા અભિનેત્રી નુસરત જહાં જૈન કહે છે કે હું નેગેટિવ નથી. સાસરિયાંમાં, પિયરમાં, રાજનીતિ અને અભિનયની દુનિયામાં સંતુલન બનાવી રહેલી નુસરત સાથે ભાસ્કરના શરદ પાંડે અને પવનકુમારે વાતચીત કરી...

સવાલ - તમે સિંદૂર લગાવો છો, વંદે માતરમ બોલો છો. ઈનક્લૂઝિવ ઈન્ડિયાની વાત કરો છો પણ સમાજનો એક વર્ગ આ સૌનો વિરોધ કરે છે?
- હું એ બધું નથી વિચારતી. નેગેટિવ તો જરાય નહીં. આ પ્રકારનું નેગેટિવ વિચારનારા 10 ટકા લોકો જ હશે. 90 ટકા મારા ટેકામાં છે.
સવાલ - ભારતમાં ધર્મને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. તમે ધર્મને કઈ રીતે જુઓ છો?
- લોકો ધર્મ માને છે, અંદરથી મજબૂતી મેળવવા માટે. એટલા માટે ધર્મ પર પર વિશ્વાસ કરાય છે. ધર્મ અને રાજનીતિ બંને અલગ અલગ છે. તેને એકસાથે ન રાખવા જોઇએ.
સવાલ - તમારા હિસાબે ધર્મની શું વ્યાખ્યા છે?
- ધર્મ વિશ્વાસ છે. જે દિલથી આવે તે ધર્મ જે મગજથી આવે તે ધર્મ નથી.
સવાલ - જાયરા વસીમના ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાના નિર્ણયને તમે કેવી રીતે જુઓ છો?
- તેના વિશે કહેવું ઉતાવળ ગણાશે. પણ હું રાજનીતિમાં દૂર રહેવા નથી આવી. હું શૂટિંગ, ઘર-પરિવાર, બધું છોડીને આવી છું. જેથી સમાજની ભલાઈ માટે કંઇક કરું.
સવાલ - તમે ફિલ્મથી રાજકારણમાં આવ્યા છો તો શું એટલા માટે તમારા દૃષ્ટિકોણમાં આ પરિવર્તન છે? એક ભારતીય તમારાથી શું બોધ લઈ શકે?
- હું અહીં શીખવવા નહીં ખુદ શીખવા આવી છું. અહીં નવી છું.
સવાલ - ગત દિવસોમાં તમે ઈસ્કોન સોસાયટીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા, આ પહેલીવાર હતું?
- ના, હું દર વર્ષે રથ ખેંચતી હતી. ત્યારે સમાચાર બનતા કે મેં ધર્મપરિવર્તન કરી લીધું. હવે પતિ સાથે મંગળા આરતી કરું તો કહે છે કે હિન્દુ સાથે લગ્ન કરી લીધાં છે. હું તેના પર ધ્યાન નથી આપતી.
સવાલ - આ કેવી રીતે શક્ય હશે કે અભિનય પણ કરવો, રાજકારણ પણ. નવું ઘર વસાવ્યું છે.
- કંઇ પણ અશક્ય નથી. રાજકારણ મારી જવાબદારી છે. તેને દરેક હાલમાં પૂરી કરીશ. ફિલ્મ મારો જુસ્સો છે તે પોતાના માટે કરું છું.

X
બાંગ્લા અભિનેત્રી નુસરત જહાં જૈન કહે છે કે હું નેગેટિવ નથી- ફાઈલબાંગ્લા અભિનેત્રી નુસરત જહાં જૈન કહે છે કે હું નેગેટિવ નથી- ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી