મધ્ય પ્રદેશ / વાવાઝોડામાં ટીન શેડ સાથે ઉડ્યું દોઢ વર્ષનું બાળક, 200 મીટર દૂર જઈને પડ્યું; મોત

One-and-a-half-year-old child, with a tin shade in hurricanes, went 200 meters away; Death

  • ઘટના બડવાની જિલ્લાના વલન ગામની છે
  • વાવાઝોડા વખતે ટીન સાથે બાંધેલા ઘોડિયામાં ઉંઘતું હતું બાળક

Divyabhaskar.com

Jun 13, 2019, 12:16 PM IST

બડવાની: મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાં બુધવારે રાતે આવેલા વાવાઝોડામાં દોઢ વર્ષનું એક બાળક ઉડી ગયું હતું. તે અંદાજે 200 મીટરના અંતરે જઈને પડ્યું હતું. જેમાં તેનું મોત થઈ ગયું છે. બીજી બાજુ પાટનગર ભોપાલ સહિત ઘણાં રાજ્યોમાં વાવાઝોડું નોંધવામાં આવ્યું છે. અમુક જગ્યાએ પ્રી-મોનસૂન વરસાદ પણ થયો છે.

બડવાનીના પોલીસ ઈન્સપેક્ટર પ્રભારી સંતોષ સાંવલેએ જણાવ્યું કે, ફોગરા અને તેની પત્ની વલન ગામમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. ઝૂંપડીમાં ટીન શેડમાં ઘોડિયું બાંધ્યું હતું અને તેમાં તેમનો દોઢ વર્ષનો દીકરો વિકેશ ઉંઘતો હતો. વાવાઝોડામાં ઝૂંપડી પડી ગઈ અને બાળક ટીન શેડ સાથે ઉડ્યું. તેના માતા-પિતાએ ઘણી મહેનત પછી બાળકને શોધ્યું અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધી બાળકનું મોત થઈ ગયું હતું.

રાજ્યના ઘણાં વિસ્તારોમાં પ્રી-મોનસૂન વરસાદ: ભોપાલ સહિત ગ્વાલિયર, ચંબલ, માલવા-નિમાડ, વિંધ્યના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે ધીમો વરસાદ થયો છે. ભોપાલમાં દિવસનું તાપમાન 1.4 ડિગ્રી ઘટી ગયું હતું. ગ્વાલિયરમાં દિવસનું તાપમાન 8.7 ડિગ્રી અને દતિયામાં 10 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ચક્રવાત વાયુની અસર જોવા મળી છે. અરબ સાગરથી પણ ભેજ આગળ વધી રહ્યો છે. જોકે ભોપાલના બે જિલ્લા રાયસેન, રાજગઢ અને હોશંગાબાદ, જબલપુર, રીવા સહિત રાજ્યના 16 જિલ્લામાં ગરમીનો પારો 44-45 ડિગ્રી છે.

X
One-and-a-half-year-old child, with a tin shade in hurricanes, went 200 meters away; Death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી