કર્ણાટક / સોમવારે કુમારસ્વામી સરકાર પર વિશ્વાસમત સાબિત કરવા દબાણ કરીશું: યેદિયુરપ્પા

On Monday, we will force Kumaraswamy  government to prove majority: Yeddyurappa

  • કુમારસ્વામીએ શુક્રવારે સ્પીકર પાસે બહુમત સાબિત કરવા માટે સમય માંગ્યો હતો
  • યેદિયુરપ્પાએ કહ્યું- કુમારસ્વામી સદનમાં બહુમત સાબિદ નહી કરી શકે
  •  

Divyabhaskar.com

Jul 13, 2019, 08:47 PM IST

બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે ભાજપ સોમવારે કુમારસ્વામી સરકાર પર વિશ્વાસ મત સાબિત કરવા માટે દબાણ કરશે. તેમણે શનિવારે વિશ્વાસ દાખવ્યો કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર સદનમાં બહુમત સાબિત નહીં કરી શકે અને સરકારનું પડવું નિશ્વિત છે. રાજ્યના 16 બળવાખોર ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવાર સુદી યથાસ્થિતિ બરકરાર રાખવાના નિર્દેશ આપ્યા છે.

કર્ણાટકના રાજકીય સંકટને જોતાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં સ્પીકર રમેશ કુમાર પાસે બહુમતિ સાબિત કરવા સમય માંગ્યો હતો. તેના પર સ્પીકરે કહ્યું હતું કે તેઓ જે દિવસ કહેશે ત્યાં સુધીનો સમય તેમને આપવામાં આવશે.

કુમારસ્વામીનો વિશ્વાસમત સાબિત કરવાની માગના નિર્ણયનું સ્વાગત-ભાજપ

યેદિયુરપ્પાએ કહ્યું કે ભાજપ કુમારસ્વામીના વિશ્વાસ સાબિત કરવા માટે સમય માગવાના નિર્ણયનું સ્વાગત કરે છે. યેજિયુરપ્પાએ કહ્યું કે કર્ણાટકની જનતા વર્તમાન ગઠબંધન સરકારના ભ્રષ્ટચારથી ઘૃણા કરતી હતી. એ જ કારણ છે કે બન્ને પાર્ટીના ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે. ઘણા વધુ અસંતુષ્ટ ધારાસભ્યો પાર્ટી છોડવા માટે તૈયાર છે. આજ કારણે કુમારસ્વામીએ વિશ્વાસ સાબિત કરવા સમય માંગ્યો અને અમને તેમાં કોઇ આપત્તિ નથી. કુમારસ્વામીને સમોવારે પોતે જ વિશ્વાસ મત સાબિત કરવો જોઇએ.


આ પરિસ્થિતિમાં વિશ્વાસમત સાબિત કરવાથી શું સ્થિતિ થશે ?

પ્રથમ: 16 બળવાખોર ધારાસભ્યો સરકાર વિરુદ્ધ વોટિંગ કરશે. આ સ્થિતિમાં સરકારના પક્ષમાં 100 વોટ પડશે. આ સંખ્યા બહુમત માટે જરૂરી 112ના આંકડાથી ઓછી છે. આવામાં કુમારસ્વામી સદનમાં વિશ્વાસ મત ખોઇ બેસશે. બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા ખતમ થઇ જશે.

બીજી: બળખારો ધારાસભ્ય સદનમાં હાજર ન રહે. આ સ્થિતિમાં વિશ્વાસમત સમયે સદનમાં સંખ્યા 207 રહેશે. બહુમત માટે જરૂરી આંકડો 104નો થઇ જશે. પરંતુ બળવાખોરોની અનુપસ્થિતિમાં સરકારના પક્ષમાં માત્ર 100 વોટ પડશે અને સરકાર પડી જશે.

ત્રીજી: બળવાખોરોના રાજીનામા મંજૂર થઇ જાય. આ સ્થિતિમાં સકારને બહુમત માટે 104 ધારાસભ્યોની જરૂર પડશે , જે તેમની પાસે નહીં હોય. સરકાર પડી જશે.

ચોથી: જો વિધાનસભા અધ્યક્ષ બળવાખોરોને અયોગ્ય ઠેરવી દે તો સદનમાં વિશ્વાસમત સમયે સરકારને બહુમત માટે 104નો આંકડો જોઇએ. આ આંકડો તેમની પાસે નહી હોય તેથી આ સ્થિતિમાં પણ સરકાર પડી જશે.

X
On Monday, we will force Kumaraswamy  government to prove majority: Yeddyurappa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી