સાયક્લોન / ‘બુલબુલ’ વાવાઝોડું પ.બંગાળના કાંઠે ટકરાયું; 10 લોકોના મોત, 2.73 લાખ પરિવારને અસર

Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates
Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates
Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates
Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates

  • વાવાઝોડું 135 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું, હવે નબળું પડશે

Divyabhaskar.com

Nov 11, 2019, 10:14 AM IST

એજન્સી, કોલકાતા/નવી દિલ્હી/ઢાકા: ‘બુલબુલ’ વાવાઝોડું પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાઇ ગયું છે, જેની અસર હેઠળ રાજ્યના ઘણા જિલ્લામાં ભારે વરસાદ થયો છે. વાવાઝોડાના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં રાજ્યના 10 લોકોના મોત થયા છે. સૌથી વધુ 5 મોત ઉત્તરીય પરગણાના જિલ્લામાં થયા. વાવાઝોડાથી સમગ્ર રાજ્યમાં 2.73 લાખ પરિવાર અસરગ્રસ્ત થયા છે. કાંઠે ટકરાતી વખતે વાવાઝોડ ાની ઝડપ કલાકદીઠ 135 કિ.મી. હતી. તેના કારણે દરિયામાં 2 મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા. ભારે વરસાદના કારણે વૃક્ષો, વીજળીના થાંભલા ધરાશાયી થયા. મુખ્યમંત્રી મમતા બેનરજી સ્થિતિની સમીક્ષા કરવા શનિવારે આખી રાત સચિવાલયમાં રહ્યા. બંગાળ, ઓડિશામાં એનડીઆરએફની 16 ટીમ તહેનાત કરાઇ છે. જરૂર જણાશે તો બીજી 18 ટીમ જશે.

બાંગ્લાદેશ: 8 મોત, 21 લાખને ખસેડાયા
બાંગ્લાદેશમાં પણ ‘બુલબુલ’ વાવાઝોડાના કારણે 8 લોકોના મોત થયા જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. અગમચેતીરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 21 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે.

હવે શું: 13મી સુધી વાવાઝોડાની અસર
હવામાન વિભાગના જણાવ્યાનુસાર પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસર 13 નવે. સુધી રહેશે. ત્યાર પછી તે નબળું પડવા લાગશે. હાલ તેની દિશા દક્ષિણ-પશ્ચિમ તટ તરફ છે.

X
Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates
Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates
Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates
Odisha and West Bengal affected by Bulbul cyclone News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી