રાજીનામું / નવજોત સિંહ સિદ્ધુનું મંત્રીપદેથી રાજીનામું, એક મહિના પહેલાં રાહુલને પત્ર લખ્યો હતો

Navjot Singh Sidhu's resignation from the minister, wrote a letter to Rahul a month ago

  • નવજોત સિંહે રવિવારે ટ્વીટ કરી મંત્રીપદેથી રાજીનામું આપવાની જાણકારી આપી
  • 10મી જુલાઈએ નવજોત સિંહે રાજીનામું આપ્યું હતું

Divyabhaskar.com

Jul 14, 2019, 01:41 PM IST

નેશનલ ડેસ્કઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલાં વિવાદમાં રવિવારે નવો વણાંક આવ્યો છે. સિદ્ધૂએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યું છે. તેઓએ ટ્વીટ કરી રવિવારે આ અંગેની માહિતી આપી છે. જો કે નવજોત સિંહે પોતાનું રાજીનામું 10 જૂને જ આપી દીધું હતું પરંતુ તેનો ખુલાસો આજે કર્યો છે. સિદ્ધુએ રવિવારે એક ટ્વીટ કરી કહ્યું કે તેઓ પોતાનું રાજીનામું પંજાબના મુખ્યમંત્રીને મોકલ્યું હોવાની પણ વાત કરી છે.

સિદ્ધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલની સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.

દોઢ મહિના પહેલાં અમરિંદરે ખાતું બદલાવ્યું હતું: સિદ્ધુ એક કેબિનેટ મીટિંગ પહોંચ્યા ન હતા. જે બાદ 6 જૂને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમનું ખાતું બદલાવી દીધું હતું. જો કે સિદ્ધુએ નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો જ નથી. લોકસભા ચૂંટણી દરમિયાન અમરિંદર અને સિદ્ધુ વચ્ચે વિવાદના સમાચાર આવવાના શરૂ થઈ ગયા હતા. બંને જાહેરમાં એક બીજા વિરૂદ્ધ નિવેદનો આપી ચુક્યા છે.

X
Navjot Singh Sidhu's resignation from the minister, wrote a letter to Rahul a month ago
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી