બંગાળ / સંઘ કાર્યકર્તાની પરિવાર સાથે હત્યા લોકતાંત્રિક વ્યવસ્થા પર ડાઘઃરાજ્યપાલ; વિહિપે રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી

  •  બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે, આ ઘટના શરમજનક છે, રાજ્ય સરકારે પ્રતિક્રિયા સુધી આપી નથી 
  •  રાજ્યપાલે કહ્યું - તિહરે હત્યાકાંડમાં અધિકારીઓ પાસે અપડેટ માંગ્યો, આશા છે તેની નિષ્પક્ષ તપાસ થશે

Divyabhaskar.com

Oct 11, 2019, 03:10 PM IST

કોલકાતાઃ પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ) કાર્યકર્તાના પરિવાર સહિત હત્યા અંગે રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનર્જી સરકારને આડેહાથે લીધી છે. તેમણે ગુરુવારે કહ્યું કે, આ જધન્ય હત્યાકાંડમાં રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતી કપરી બનતી જોવા મળી રહી છે. આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદે(વિહિપ) બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. સાથે જ ઘટનાના વિરોધમાં ભાજપ અને RSSએ પ્રદર્શન પણ કર્યું હતું.

રાજ્યપાલે કહ્યું કે, આ ઘટના દુઃખદ છે. આ લોકતાંત્રિક વ્યવસ્થા પર કાળો ધબ્બો છે. એક શિક્ષક, તેમની ગર્ભવતી પત્ની અને દીકરાની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. પણ તૃણમૂલ સરકાર તરફથી માનવતાને શરમમાં મૂકનારી આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. મેં આ મામલામાં અધિકારીઓ પાસેથી અપડેટ મંગાવ્યા છે. આશા છે કે મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

મંગળવારે ત્રણેયની લાશ લોહીથી લથપથ મળી આવી હતી
સંઘ કાર્યકર્તા બંધુ પ્રકાશ પોલ(35), તેમની ગર્ભવતી પત્ની બ્યબટી અને 6 વર્ષના દીકરાની લાશ મંગળવારે જિયાગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરમાંથી મળી આવી હતી. હુમલાખોરોએ ત્રણેય પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસ સંપત્તિ વિવાદ સહિત અન્ય પાસાઓ અંગે તપાસ કરી રહી છે.

‘સરકાર બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા અંગે વિચાર કરે’
વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે મુર્શિદાબાદમાં કહ્યું કે, કેન્દ્રએ વિચારવું જોઈએ કે બંગાળ બંધારણ પ્રમાણે ચાલશે અથવા રાજ્યમાં રાષ્ટ્રપતિ લાગુ કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, મહિલા અને બાળકો સાથે કોઈની શું દુશ્મનાવટ હોઈ શકે છે. અહીં સ્થિતી એવી છે કે કેન્દ્રીય મંત્રી સાથે પણ ગુંડાગર્દી કરવામાં આવે છે. બીજી તરફ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ મમતા સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, દીદી તમારા રાજમાં આ થઈ શું રહ્યું છે? રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માએ પણ મુખ્યમંત્રી અને ડીજીપીને પત્ર લખીને આરોપીઓને ધરપકડ કરવાની માગ કરી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી