લિંચિંગ / કોઈની સાથે મારઝૂડ કરીને તેની હત્યા કરી દેવી અને તેની પાસે જય શ્રીરામના નારા લગાવડાવવા, તે હિન્દુ ધર્મનું અપમાનઃ કર્ણ સિંહ

Karan Singh Says Beating boy to death asking him to chant Jai Shri Ram insult for Hinduism

  • કર્ણ સિંહે કહ્યું કે, ભગવાન શ્રીરામ તો દયાળુ હતા, શું ભીડ કોઈને મારતી વખતે ભગવાન રામનું નામ લેશે?
  • થરૂરે કહ્યું કે, લિંચિંગના નામે જે કરવામાં આવી રહ્યું છે, તે હિન્દુ ધર્મનો મૂળ સિદ્ધાંત નથી 

Divyabhaskar.com

Sep 13, 2019, 11:19 AM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણસિંહે ગુરુવારે દિલ્હીમાં કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ સાથે મારઝૂડ કરી તેની હત્યા કરી દેવી અને તેને જયશ્રીરામના નારા લગાવવા માટે મજબૂર કરવો ફક્તિ હિન્દુ ધર્મ જ નહીં પણ ઈશ્વરનું પણ અપમાન છે. કર્ણે આ વાત શશિ થરૂરના નવા પુસ્તક ‘ધ હિન્દુ વેઃ એન ઈન્ટ્રોડક્શન ટૂ હિન્દુઈઝ્મ’ના લોન્ચિગ વખતે કહી હતી.

કર્ણે ઝારખંડના એક લિંચિંગના કેસનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક મુસ્લિમ યુવક તબરેજ અંસારીને થાંભલા સાથે બાંધીને મારવામાં આવ્યો હતો. યુવક પર કથિત રીતે પશુ ચોરીનો આરોપ લગાવાયો હતો અને તેની પાસે જયશ્રીરામના નારા પણ લગાવવા માટે દબાણ કરાયું હતું. આ ઘટનાને ઘણી ચેનલોમાં પણ બતાવવામાં આવી હતું. જોકે પોસ્ટમાર્ટ રિપોર્ટમાં અંસારીનું મોતનું કારણ કાર્ડિયક અરેસ્ટ હોવાનું સામે આવ્યું હતું

હિન્દુ હોવાના કારણે આ વાતનું દુઃખ

  • કર્ણે જણાવ્યું કે ભગવાન શ્રીરામ તો દયાળું હતા. શું તમને લાગે છે કે એક ગરીબ છોકરાને મારતી વખતે ભીડ તેમનું નામ(શ્રીરામ)લેશે? એક હિન્દુ હોવાથી મને આ વાતનું દુઃખ છે.
  • બુક લોન્ચિગ બાદ ચર્ચા કરતી વખતે થરૂરે કહ્યું કે, લિંચિંગનના નામે જ કરવામાં આવી રહ્યું છે, તે હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ નથી કરતું. એક વિચારધારા હેઠળ જય શ્રીરામનો નારા લગાવનારાને જ પ્રમુખતા આપવામાં આવે છે, જ્યારે તેનો ભગવાન શ્રીરામ સાથે કોઈ લેવા દેવા નથી. અમે તો ફક્ત રામની પૂજા અને પ્રાર્થના કરવાનું જ શીખ્યું છે. સમસ્યા તો ત્યારે ઊભી થાય છે, જ્યારે ઘણા લોકો ધર્મના વિપરીત આદર્શોથી ઊંધો વ્યવહાર કરશે.
X
Karan Singh Says Beating boy to death asking him to chant Jai Shri Ram insult for Hinduism
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી