પશ્ચિમ બંગાળ / સીપીએમ, કોંગ્રેસ, તૃણમૂલના 107 ધારાસભ્ય ભાજપમાં જોડાશે: મુકુલ રોય

કૈલાશ વિજયવર્ગીય (વચ્ચે) અને મુકુલ રોય(જમણી), ફાઇલ
કૈલાશ વિજયવર્ગીય (વચ્ચે) અને મુકુલ રોય(જમણી), ફાઇલ

  • 2016માં વિધાનસભા ચૂંટણીમાં 294  સીટ વાળા બંગાલમાં તૃણમૂલે 107 સીટ જીતી હતી, ભાજપને માત્ર 3 મળી
  • લોકસભા ચૂંટણી બાદ તૃણમૂલના 5 ધારાસભ્ય અને 100થી વધુ કાઉન્સિલર ભાજપમાં જોડાયાં

Divyabhaskar.com

Jul 14, 2019, 01:09 AM IST

કોલકાતાઃ ભાજપના નેતા મુકુલ રોયે શનિવારે દાવો કર્યો કે પં.બંગાળમાં સીપીએમ, કોંગ્રેસ અને તૃણમૂલના 107 ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે. રોયે કહ્યું કે અમે લિસ્ટ તૈયાર કરી લીધી છે અને દરેક ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. આ પહેલીવાર નથી જ્યારે ભાજપે જાહેર રીતે તૃણમૂલના ધારાસભ્યોનું પાર્ટીમાં સામેલ થવા પર નિવેદન આપ્યું હોય. આ પહેલા લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તૃણમૂલના 40થી વધારે ધારાસભ્ય તેમની પાર્ટીના સંપર્કમાં છે.

મમતાએ કહ્યું - 'પરવા નથી'
તે સિવાય બંગાળ ભાજપના પ્રબારી કૈલાશ વિજયવર્ગીયે પણ કહ્યું હતું કે તૃણમૂલ ધારાસભ્યોનો ભાજપમાં સામેલ થવાનો સિલસિલો યથાવત રહેશે. લોકસભા ચૂંટણી બાદ અત્યાર સુધી 5 ધારાસભ્ય, 100થી વધુ કાઉન્સિલર ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. આ મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમુક નેતા પૈસા લઇને પાર્ટી છોડી દે તો તેની પરવાહ નથી. તેમણે કહ્યું કે ભ્રષ્ટ અને લાલચી ભાજપ તૃણમૂલનો કચરો ભેગો કરી રહી છે.

X
કૈલાશ વિજયવર્ગીય (વચ્ચે) અને મુકુલ રોય(જમણી), ફાઇલકૈલાશ વિજયવર્ગીય (વચ્ચે) અને મુકુલ રોય(જમણી), ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી