નિવેદન / કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું- વિભાજન સૌથી મોટી ભૂલ, અમુક લોકોના કારણે દેશના ટૂકડાં થયા

MoS PMO Jitendra Singh said partition is greatest mistake of modern india

  • સિંહે કહ્યું- ગાંધીજીએ કહ્યું હતું કે, જો વિભાજન થશે તો મારી લાશ પર થશે
  • જો વિભાજન ન થયું હોત તો અનુચ્છેદ 370 પણ ન હોત અને તેને ખતમ કરવાનો મુદ્દો પણ ન ઉઠતો

Divyabhaskar.com

Sep 14, 2019, 11:22 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, વિભાજન આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ છે. વિશ્વ હિન્દી પરિષદના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ-કાશ્મીર વિશે ચર્ચા જ ન થતી હોત. ગાંધીજીએ કહ્યું હતું કે, જો વિભાજન થશે તો મારી લાશ પર થશે. સિંહે કહ્યું કે, પહેલાં સ્વતંત્રતા દિવસે પણ મહાત્મા ગાંધી ઘણાં નિરાશ હતા. તેઓ દિલ્હીમાં પણ નહતા રોકાયા અને બંગાળ જતા રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, શું આપણને ખબર છે કે, વિભાજન માત્ર અમુક ખાસ લોકોની મહત્વકાંક્ષાઓના કારણે થયું છે. આઝાદી વખતે એક મોટા વર્ગે વિભાજનનો વિરોધ કર્યો હતો. જો વિભાજન ન થયું હોત તો અનુચ્છેદ 370 ન હોત અને આજે તેને ખતમ કરવાનો મુદ્દો પણ ન હોત.

ધી નેશન થિયરી નિષ્ફળ સાબીત થઈ
સિંહે કહ્યું કે, તમે જોઈ શકો છો કે, ઈતિહાસમાં માત્ર એક દુર્ઘટનાના કારણે આપણે કેટલા આગળ કે પાછળ ગયા છીએ. ટૂ નેશન થિયરીના આધારે વિભાજન થયું હતું. પરંતુ બાંગલાદેશના ગઠનની સાથે જ તે નિષ્ફળ થઈ ગયું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમાર પણ હાજર હતા.

X
MoS PMO Jitendra Singh said partition is greatest mistake of modern india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી