દિલ્હી / મોદીને મળેલા 2700થી વધારે ઉપહારોની 14 સપ્ટેમ્બરથી હરાજી, આમાથી મળેલી રકમ ગંગાની સફાઈમાં ખર્ચ કરાશે

More than 2700 gifts received by Modi from September 14 at auction, the proceeds will be spent on cleaning Ganga

  • મંત્રી પહ્લાદ પટેલે કહ્યું કે, વડાપ્રધાનને 6 મહિનામાં મળેલી ભેટની નીલામી કરવામાં આવશે
  • મોમેન્ટોની ઓનલાઈન નીલામ થશે, નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં ભેટને પ્રદર્શન માટે રાખવામાં આવી છે

Divyabhaskar.com

Sep 12, 2019, 04:50 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરમાંથી મળેલી 2700થી વધુ ભેટની 14મી સપ્ટેમ્બરે હરાજી કરાશે. નીલામીમાં આવેલી રકમનો ઉપયોગ ગંગાની સફાઈ માટે ખર્ચ કરવામાં આવશે. આ ભેટની હરાજી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવશે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં પીએમને મળેલી 2700 જેટલી ભેટનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીને વિવિધ સંગઠનો અને મુખ્યમંત્રીઓ દ્વારા કુલ 2,772 ભેટ આપવામાં આવી છે, જેમાં શાલ, તસવીરો અને તલવાર સામેલ છે.

સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે કહ્યું કે, વડાપ્રધાનને છેલ્લા છ મહિનાઓમાં મળેલી ભેટની નીલામી કરવામાં આવી રહી છે. હું વડાપ્રધાનને આ માટે ભેટમાં મોમેન્ટોની ઓછામાં ઓછી કિંમત 200 અને વધુમાં વધુ 2.5 લાખ રૂપિયા છે. સિલ્ક પર બનાવાયેલી મોદીની તસવીરની કિંમત સૌથી વધારે છે. જેને સીમત્તી ટેક્સટાઈલના માલિક કન્નનને ભેટ આપી હતી.

હરાજીની વસ્તુઓને દર 15 દિવસમાં બદલવામાં આવશેઃમંત્રી

ભેટમાં 576 શોલ, 964 અંગવસ્ત્ર, 88 પાઘડી અને ભારતની વિવિધતાને દર્શાવતા ઘણા જેકેટ છે. મંત્રીએ કહ્યું કે, NGMAમાં પ્રદર્શનનમાં મૂકાનારી વસ્તુઓને દર 15 દિવસમાં બદલી દેવાશે. જાન્યુઆરીમાં થયેલી નીલામીમાં 1800 ભેટને વેચાઈ હતી આ વર્ષે જાન્યુઆરીમાં થયેલી હરાજીમાં વડાપ્રધાનના 1800 ભેટનં વેચાણ કરાયું હતું. જેમાં અંદાજે ચાર હજાર લોકોએ બોલી લગાવી હતી, જેમાંથી મળેલી રકમ ગંગા સફાઈ યોજના પાછળ ખર્ચ કરાઈ હતી.

X
More than 2700 gifts received by Modi from September 14 at auction, the proceeds will be spent on cleaning Ganga
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી