ધરપકડ / મોન્ટી ચડ્ઢા વિદેશ ભાગવાની તૈયારીમાં હતો, EOWએ IGI એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો

  • મોન્ટી થાઈલેન્ડના ફુકેટ ભાગવાની તૈયારીમાં હતો
  • મોન્ટી ચડ્ઢા પર 100 કરોડથી વધારેની છેતરપિંડી કરવાનો આરોપ છે

Divyabhaskar.com

Jun 13, 2019, 02:11 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની આર્થિક ગુનાની શાખા (EOW)એ બિઝનેસમેન મનપ્રીત સિંહ ચડ્ઢા ઉર્ફ મોન્ટી ચડ્ઢાની ધરપકડ કરી છે. બુધવાર રાતે મોન્ટીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. વ્યવસાયથી બિલ્ડર મોન્ટી પર ફ્લેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આરોપીને લુક આઉટ સર્ક્યુલર નોટિસ આપવામાં આવી હતી.
ગુરુવારે તે થાઈલેન્ડના ફુકેટ બીચ ભાગવાની તૈયારીમાં હતો, ત્યારે EOWએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચીને તેની ધરપકડ કરી હતી, ત્યારે આજે ગુરુવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

મનપ્રીત સિંહ ચડ્ડા દારુના વેપારી પોન્ટી ચડ્ઢાનો પુત્ર છે. મનપ્રીતના પિતા પોન્ટી ચડ્ઢાની હત્યા થઈ ચુકી છે. મોન્ટીની રિયલ એસ્ટેટ કંપની હાઈટેક ડેવલપર્સ પ્રાઈવેટ લિમીટેડ પર ફ્લેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મોન્ટી ચડ્ઢાએ ઘણી કંપનીઓ બનાવીને સસ્તા ફ્લેટના નામે લોકો પાસે પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ તેમના વાયદા પ્રમાણે ખરીદનારોને ફ્લેટ આપ્યા ન હતા. મોન્ટી ચડ્ઢા પર 100 કરોડથી વધારેની છેતરપિંડી કરવાનો આરોપ છે. પાંચથી માંડી દસ વર્ષ સુધી ફ્લેટ ખરીદનારા ચક્કર કાપી રહ્યા છે પરંતુ ચડ્ઢાએ ફ્લેટની ચાવી આપી ન હતી. દારૂના વેપારી પોન્ટી ચડ્ઢા અને કાકા હરદીપ વચ્ચે 2012માં ગોળી વાગતા મોન્ટીના પિતા પોન્ટીનું મોત થયું હતું. ત્યાર પછીથી મોન્ટી જ દારૂથી માંડી રિયલ એસ્ટેટનો બિઝનેસ સંભાળી રહ્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી