સંબોધન / મોદીએ કહ્યું- અમીરોને શંકાની નજરથી ન જુઓ, સંપત્તિ વધશે તો જ તેનું વિતરણ થશે

Modi says wealth creators should not be eyed with suspicion, they are wealth of India

  •  વડાપ્રધાને એક વર્ષમાં ત્રીજી વખત કોર્પોરેટ્સનું સમર્થન કર્યું 
  •  ગત વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓનું પણ દેશના વિકાસમાં યોગદાન છે 

Divyabhaskar.com

Aug 15, 2019, 12:59 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું કે, અમીરોને શંકાની નજરથી ન જોવા જોઈએ, તેઓ દેશની સંપત્તિ છે અને તેમને સમ્માન આપવું જોઈએ. સંપત્તિ વધારવી એક મહાન રાષ્ટ્રીય સેવા છે કારણ કે સંપત્તિ વધશે તો જ તેનું વિતરણ થશે.

મોદીએ ગત વર્ષે કહ્યું હતું કે, ઉદ્યોગપતિ સામાજિક કાર્યો પણ કરે છે

  • મોદીએ ગત એક વર્ષમાં ત્રીજી વખત કોર્પોરેટનું સમર્થન કર્યું છે. ગત વર્ષે જુલાઈમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, મને ઉદ્યોગપતિઓ સાથે નજરે ચઢવામાં કોઈનો ડર નથી કારણ કે તેમનો અંતરઆત્મા સાફ છે. મોદીના કહ્યાં પ્રમાણે, ઉદ્યોગપતિ પણ દેશના વિકાસમાં યોગદાન આપે છે.
  • ગત વર્ષે ઓક્ટોબરમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ ઈન્ડસ્ટ્રી અને કોર્પોરેટ્ની નિંદા કરવાની સંસ્કૃતિમાં વિશ્વાસ નથી કરતા. ઉદ્યોગપતિ વેપાર સાથે સામાજિક કાર્ય પણ કરે છે.
  • વડાપ્રધાને સ્વતંત્રતા દિવસના સંબોધનમાં 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના લક્ષ્યની વાત પણ કરી હતી. મોદીએ કહ્યું કે, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે. આનાથી દેશને ઈઝ ઓફ ડુઈન્ગના રેંકિંગમાં ટોપ -50 દેશોમાં સામેલ થવામાં મદદ મળશે.
  • મોદીએ GST અને ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ(IBC)ને ગ્રોથમાં મદદરૂપ ગણાવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે, સરકાર મોર્ડન પોર્ટ્સ, હાઈવે, રેલવે, એરપોર્ટ, હોસ્પિટલ, અને શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ માટે 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
X
Modi says wealth creators should not be eyed with suspicion, they are wealth of India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી