બંગાળ / મમતાનો BJP પર હુમલો- બંગાળને નહીં બનવા દઈએ ગુજરાત, અહીં બંગાળી બોલવું જરૂરી

mamata banerjee attacks bjp said speaks only Bengali in Bengal

  • બંગાળના સીએમએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ બાઈક પર ગુંડાઓનું ફરવાનું સહેજ પણ સહન નહીં કરે
  • ટીએમસીને ડર છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો આધાર વધારી શકે છે

Divyabhaskar.com

Jun 14, 2019, 05:03 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય લડાઈ હજી પણ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં તેમનું વિસ્તરણ કરવાનું આયોજન કરી રહી છે જ્યારે બીજી બાજુ મમતા બેનરજી દ્વારા પણ સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે નોર્થ 24 પરગણામાં મમતા બેનરજીએ એક જનસભા સંબોધી હતી અને કહ્યું હતું કે, તેઓ બંગાળને ગુજરાત નહીં બનવા દે.

મમતા બેનરજીએ કહ્યું કે, આપણે બંગાળી ભાષાને આગળ વધારવાની છે. જ્યારે હું બિહાર, યુપી અથવા પંજાબ જઉં છું ત્યારે તેમની ભાષા બોલવાનો પ્રયત્ન કરુ છું. તેથી જો તમે બંગાળમાં આવો તો તમારે પણ બંગાળી જ બોલવું પડશે. બંગાળના સીએમએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ બાઈક પર ગુંડાઓનું ફરવાનું સહેજ પણ સહન નહીં કરે.

નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી વખતથી જ વિવાદ ચાલી રહ્યો છે. પહેલાં મતદાન દરમિયાન હિંસા થઈ અને ત્યાર પછી બીજેપીએ 18 સીટો મેળવી લીધી તેથી ચૂંટણી પછી પણ બંગાળમાં હિંસા ચાલુ જ રહી છે. હવે બંને પાર્ટીઓની નજર 2021માં થનારી વિધાનસભા ચૂંટણી પર છે. ટીએમસીને ડર છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો આધાર વધારી શકે છે.

નોંધનીય છે કે, અત્યારે બંગાળમાં ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે. તેના કારણે પણ રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે. અહીં એક જૂનિયર્સ ડોક્ટર સાથે મારઝૂડ કર્યા પછી રાજ્યમાં ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે. મમતા બેનરજીએ આ હડતાળ પાછળ ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. આ દરમિયાન બીજેપીના બંગાળ પ્રભારી કૈલાશ વિજય વર્ગીયએ ટ્વિટ કરીને મમતા પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, તમે જ રાજ્યમાં સ્વાસ્થય મંત્રી છો અને તમારા રાજમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

X
mamata banerjee attacks bjp said speaks only Bengali in Bengal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી