બંગાળ / હડતાળ કરી રહેલા ડોક્ટર્સને મમતાનું અલ્ટિમેટમ- કામ પર પરત ફરો, નહીં તો કાર્યવાહી થશે

Mamata asks doctors to resume work blames BJP, CPI(M) for strike

  • સાથી ડોક્ટર્સ સાથે મારપીટ પછી મંગળવારથી ડોક્ટર્સ હડતાળ પર છે, રાજ્યની મોટાભાગની હોસ્પિટલ બંધ
  • ભાજપનો આરોપ- વિશેષ સમુદાયના લોકોએ ડોક્ટર્સ પર હુમલો કર્યો, આરોપી તૃણમૂલ સાથે જોડાયેલા

Divyabhaskar.com

Jun 13, 2019, 04:44 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હડતાળ કરી રહેલા ડોક્ટર્સને ગુરુવાર બપોર સુધી કામ પર પરત ફરવાનું એલ્ટીમેટમ આપ્યું છે. ડોક્ટર્સે તેમના સહયોગીઓ સાથે મારઝૂડનો વિરોધ કર્યો છે. મમતાએ કહ્યું કે, જો ડોક્ટર્સ આદેશનું પાલન નહીં કરે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

એનઆરએસ મેડિકલ કોલેજમાં બે સહયોગી ડોક્ટર્સ સાથેની મારઝૂડ પછી મંગળવારથી ડોક્ટર્સ હડતાળ પર છે અને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યા છે. વિરોધના કારણે બે દિવસથી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્ટિલના ઈમરજન્સી વોર્ડ, પેથોલોજી યૂનિટ અને અન્ય સુવિધાઓ બંધ છે. આ સિવાય અમુક પ્રાઈવેટ હોસ્પિટલો પણ બંધ છે.

દર્દીઓ સિવાય કોઈને હોસ્પિટલમાં ન રહેવા દો- મમતા

ડોક્ટર્સની હડતાળના કારણે રાજ્યમાં પ્રભાવિત થઈ રહેલી મેડિકલ સેવાઓને ધ્યાનમાં રાખીને મમતા એસએસકેએમ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે પોલીસને હોસ્પિટલ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે. તે સાથે જ કહ્યું છે કે, હોસ્પિટલમાં દર્દીઓ સિવાય કોઈને પરિસરમાં ન રહેવા દેશો.

હડતાળને સાંપ્રદાયિક રંગ આપવા માગે છે ભાજપ- મમતા
મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે, ડોક્ટર્સનું આ આંદોલન તેમના રાજકીય વિરોધીઓનું કાવતરું છે. તેમણે કહ્યું છે કે, હું તેની નિંદા કરુ છું. આ સીપીઆઈ અને ભાજપનું કાવતરું છે. તેમણે કહ્યું કે, મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મુશ્કેલીઓ વઘારવા માટે બહારના લોકો આવી રહ્યા છે. ભાજપ આ હડતાળને સાંપ્રદાયિક રંગ આપવા માંગે છે.

મમતાએ કહ્યું કે, ભાજપ સીપીઆઈની મદદથી હિન્દુ-મુસ્લિમનું રાજકારણ કરી રહી છે. હું બંને પાર્ટીઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને આશ્ચર્યચકિત છું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને તણાવ ઉભો કરવા અને ફેસબુક પર પ્રોપેગેંડા ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. બીજી બાજુ ભાજપ નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો છે કે, એક ખાસ સમુદાયના લોકોએ ડોક્ટર્સ પર હુમલો કર્યો હતો. હુમલાખોરો તૃણમૂલ સાથે જોડાયેલા છે.

X
Mamata asks doctors to resume work blames BJP, CPI(M) for strike
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી