તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બાલ ઠાકરે નેતાઓને નમન કરતા હતા, કોંગ્રેસીઓને જોઈ માથું શરમથી ઝૂકી જાય છે: ઉદ્ધવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદની ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અને એનસીપી પર પ્રહાર કર્યા હતા
  • મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું- કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે તેમના નેતા રાહુલ ગાંધી બેંકોક જતા રહ્યા

ઔરંગાબાદ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદમાં રેલી કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં કોંગ્રેસ નેતાઓની ભૂમિકા મહત્વની રહી હતી. શિવસેના પ્રમુખ બાલ ઠાકરે કહેતા હતા કે, તેઓ તેમના સમયના કોંગ્રેસી નેતાઓને નમન કરતા હતા. પરંતુ આજે આ પાર્ટીના નેતાઓને જોતા જ માથુ શરમથી ઝૂકી જાય છે. બીજી બાજુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક જનસભામાં કહ્યું કે, કોંગ્રેસની સ્થિતિ એટલી ખરાબ છે કે રાહુલ ગાંધી બેંકોક ફરવા જતા રહ્યા.


ઉદ્ધવે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન વિશે કહ્યું હતું કે, બંને પાર્ટીઓના નેતાઓએ ગેરકાયદે રીતે ચાર વર્ષ સુધી કમાણી કરી છે. હવે તેઓ ધનબળનો ઉપયોગ કરી રહ્યા છે અને શરદ પવાર સરકાર પાડવાની ધમકી આપી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રની જનતાને ખબર છે કે તેમણે વસંતદાદા પાટિલની સરકાર કેવી રીતે પાડી હતી. કોણે અટલ બિહારી વાજપેયીની સરકાર સાથે આવું જ વર્તન કર્યું હતું.

કોંગ્રેસ-એનસીપી આવતા 15 વર્ષ વિપક્ષમાં જ રહેશે- ફડણવીસ

  • મુખ્યમંત્રી ફડણવીસે પિંપરી ચિંચવાડની સભામાં કોંગ્રેસ અને એનસીપી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સ્થિતિ નબળી છે અને તેમના નેતા બેંકોક ફરવા જતા રહ્યા છે. શરદ પવારની હાલત એવી છે કે, અડધા અહીં જાઓ, અડધા ત્યાં જાઓ અને બાકીના મારી પાછળ આવો.
  • બંને પાર્ટીઓએ પહેલેથી જ ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી છે. તેમણે મેનિફેસ્ટો એવો બનાવ્યો કે જાણે તેમને ખબર જ છે કે, તેઓ સત્તામાં નથી આવવાના. તેથી જ તેમણે મેનિફેસ્ટોમાં આટલા બધા વાયદા કરી દીધા છે. બસ એક જ વાયદો બાકી છે કે, તેઓ જીતશે તો મહારાષ્ટ્રની દરેક વ્યક્તિને તાજ મહેલ આપશે.
  • મહારાષ્ટ્રની જનતા તેમને (કોંગ્રેસ-એનસીપી) જાણે છે કે, તેઓ 15-20 વર્ષ સુધી વિપક્ષમાં જ બેસવાના છે. ચૂંટણીને હવે 10-12 દિવસ બાકી છે પરંતુ મને નથી ખબર કે મારો સ્પર્ધક ઉમેદવાર કોણ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂટંણીનું મતદાન 21 ઓક્ટોબરે અને પરિણામ 24 ઓક્ટોબરે આવવાના છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો