ઉપલબ્ધિ / તેજસે નૌકાદળમાં સામેલ થવાનું મહત્વનું સ્ટેજ પાર કર્યું, ગોવાના તટ પર સફળતાપૂર્વક એરેસ્ટેડ લેન્ડિંગ

Tejas crossed the important stage of joining the Navy, successfully landing on the coast of Goa

  • વિશ્વમાં માત્ર 5 દેશોએ બનાવેલા વિમાનોમાં જ એરેસ્ટેડ લેન્ડિંગની ટેકનીક ​​​​​​
  • એરક્રાફટ કેરિયરના નાના રનવેમાં ફાઈટર જેટનું લેન્ડિંગ કરાવવામાં આ ટેકનીક મહત્વની

Divyabhaskar.com

Sep 14, 2019, 11:05 AM IST

નવી દિલ્હીઃ દેશમાં બનેલા લાઈટ કોમ્બેટ એરક્રાફટ(એલસીએ) તેજસને નૌકાદળમાં સામેલ કરવા માટે એક મોટું પરીક્ષણ સફળતાપૂર્વક પુરું કરવામાં આવ્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(ડીઆરડીઓ) અને એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સી(એડીએ)ના અધિકારીઓએ શુક્રવારે ગોવાના તટીય ટેસ્ટ ફેસિલિટીમાં તેજસનું એરેસ્ટેડ લેડિંગ કરાવ્યું છે. તેજસ આ સ્ટેજ પાર કરનારું દેશનું પ્રથમ એરક્રાફટ બન્યું છે.

શું છે એરેસ્ટેડ લેન્ડિંગ ?

નૌકાદળમાં સામેલ કરવામાં આવનાર વિમાન માટે બે ચીજો સૌથી જરૂરી હોય છે. એક છે તેનું વજન કેટલું ઓછું છે તે અને બીજું એરેસ્ટેડ લેન્ડિંગ. ઘણાં પ્રસંગે નેવીના વિમાનને યુદ્ધ માટેના જહાજ પર લેન્ડિંગ કરવાનું હોય છે. અને યુદ્ધ માટેનું જહાજ એક નિશ્ચિત ભાર જ ઉપાડે છે. આ કારણે વિમાન હલકું હોય તે જરૂરી છે. આ સિવાય યુદ્ધના જહાજ પર બનેલા રન-વેની લંબાઈ નિશ્ચિત હોય છે. એવામાં ફાઈટર પ્લેન્સને લેન્ડિંગ દરમિયાન ગતિ ઓછી કરીને નાના રનવેમાં ઝડપથી ઉભા રહેવું પડે છે. અહીં ફાઈટર પ્લેન્સને રોકવામાં એરેસ્ટેડ લેન્ડિંગ કામ આવે છે. એરેસ્ટેડ લેન્ડિંગ માટે પ્લેનની પાછળના ભાગમાં મજબૂત સ્ટીલના વાયર સાથે જોડીને એક હુક લગાવવામાં આવે છે. લેન્ડિંગ દરમિયાન પાયલટે આ હુક યુદ્ધ જહાજની શીપમાં લાગેલા સ્ટીલના મજબૂ કેબલ્સમાં ફસાવાની હોય છે. જેથી જેવું આ પ્લેન ગતિ ઓછી કરીને ડેક પર ઉતરે કે તરત હુક તારોમાં પકડીને તેને થોડે દૂર રોકી લે.

પાંચ દેશોના એરક્રાફટમાં જ આ ટેકનીક છે

આ પહેલા અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને ચીન દ્વારા નિર્મિત કેટલાક વિમાનોમાં જ એરેસ્ટેડ લેન્ડિંગની ટેકનીક હતી. તેજસનું એરેસ્ટેડ લેન્ડિંગ સફળ થવાની સાથે જ વિમાનને નેવીમાં સામેલ કરવાનું એક ચરણ પુરું થઈ ચૂક્યું છે. હવે પછી પાયલટ્સે ઓપરેશનલ એરક્રાફટ કેરિયર-આઈએનએસ વિક્રમાદિત્ય પર લેન્ડિંગ કરીને બતાડવાનું રહેશે.

X
Tejas crossed the important stage of joining the Navy, successfully landing on the coast of Goa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી