એનાલિસીસ / મોદી, રાહુલ, માયાવતી જેવા નેતા રામલલ્લાના દર્શન કરવા ન ગયા, 27 વર્ષમાં UPના માત્ર બે CM પહોંચ્યા

Leaders like Modi, Rahul, Mayawati did not go to see Ramallah, only two CMs of UP reached in 27 years

  • રાજનાથસિંહે મુખ્યમંત્રી તરીકે 2002માં અને યોગી આદિત્યનાથે મે 2017માં મુખ્યમંત્રી બન્યા બાદ રામલલ્લાના દર્શન કર્યા
  • મોદી 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન અયોધ્યા ગયા પરંતુ રામલલ્લાના દર્શન કરવા ન ગયા
  • અખિલેશ 2012થી 2017 સુધી મુખ્યમંત્રી રહ્યા પરંતુ તે પણ રાલલલ્લાના દર્શન કરવા પહોંચ્યા નહીં

Divyabhaskar.com

Nov 09, 2019, 01:36 PM IST

રવિ શ્રીવાસ્તવ લખનૌ/અયોધ્યા: 1992માં અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પાડ્યા બાદથી અત્યાર સુધી મોટા નેતાઓએ રામલલ્લા વિરાજમાનના દર્શનથી દૂરી બનાવી રાખી છે. છેલ્લા 27 વર્ષમાં નરેન્દ્ર મોદી, મુલાયમસિંહ યાદવ, માયાવતી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ પણ રામલલ્લાના દર્શને ગયા નથી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અઢી વર્ષમાં 18 વખત અયોધ્યા ગયા છે. સાથેજ યોગી 27 વર્ષમાં ભાજપના એવા બીજા મુખ્યમંત્રી છે જેમણે રામલલ્લા વિરાજમાનના દર્શન કર્યા છે.

યોગી આદિત્યનાથ
મે 2017માં મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે અયોધ્યાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સરયૂ તટ પર પૂજા કરી હતી. હનુમાન ગઢીમાં 30 મિનિટ વિતાવી અને પછી વિવાદિત જમીન પર સ્થાપિત રામલલ્લાના દર્શન કર્યા હતા. 1992 બાત તેઓ એવા બીજા મુખ્યમંત્રી છે જેમણે રામલલ્લાના દર્શન કર્યા હોય. તેમના પહેલા રાજનાથ સિંહે મુખ્યમંત્રી તરીકે 2002માં અયોધ્યાના પ્રવાસ દરમિયાન રામલલ્લાના દર્શન કર્યા હતા. યોગી અત્યાર સુધી 18 વખત અયોધ્યા ગયા છે. છેલ્લે તેઓ દિવાળી મહોત્સવ મનાવવા અયોધ્યા પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લી વાર મે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રેલી કરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તરીકે તેઓ પહેલી વખત અયોધ્યા આવ્યા હતા પરંતુ રેલી બાદ પરત જતા રહ્યા હતા. એવું મનાઇ રહ્યું હતું કે તેઓ રામલલ્લાના દર્શન કરવા જશે. જોકે આ પહેલા 2009 અને 2014માં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. 2014ની ચૂંટણીમાં જ્યારે તેઓ પીએમ ઉમેદવાર હતા ત્યારે પણ અયોધ્યામાં થયેલી તેમની રેલીમાં લાગેલા બેનરમાં ભવ્ય મંદિર દેખાડવામાં આવ્યું હતું.

અખિલેશ યાદવ
2012થી 2017 વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહેલા અખિલેશ યાદવ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન અયોધ્યા પહોંચ્યા હતા. અખિલેશ છેલ્લી વાર મે 2019માં ગઠબંધનની રેલીને સંબોધિત કરીને અયોધ્યા પહોંચ્યા હતા. જોકે આ પહેલા પૂરા પાંચ વર્ષ સુધી તેમણે અયોધ્યાથી દૂરી રાખી. અયોધ્યાથી જોડાયેલી અમુક યોજનાઓનું શિલાન્યાસ પણ તેમણે મુખ્યમંત્રી આવાસ પરથી કર્યું.

રાહુલ ગાંધી
2017ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી કિસાન યાત્રા પર હતા. આ દરમિયાન સપ્ટેમ્બર 2019માં અયોધ્યા પહોંચ્યા. 1992 બાદ તેઓ અહીં પહોંચનારા ગાંધી પરિવારના પહેલા સભ્ય હતા. તેમણે હનુમાનગઢીમાં ભગવાનના આશીર્વાદ લીધા પરંતુ વિવાદિત જમીન પર સ્થિત રામલલ્લાથી દૂરી બરકરાર રાખી.

માયાવતી
ઉત્તરપ્રદેશની ચાર વખત મુખ્યમંત્રી રહેલી માયાવતીએ પણ અયોધ્યાથી હંમેશા દૂરી બનાવીને રાખી હતી. આ દરમિયાન તેમણે ન હનુમાનગઢીના દર્શન કર્યા અને ન તો રામલલ્લાના દર્શન કરવા ગયા. ચૂંટણી પ્રચાર વખતે અયોધ્યાની મુલાકાત જરુર થઇ. આ વર્ષે મે મહિનામાં ગઠબંધનની રેલીને સંબોધન કરવા તેઓ અયોધ્યા પહોંચ્યા હતાં.

પ્રિયંકા ગાંધી
આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન 29 માર્ચના પ્રિયંકા ગાંધી રોડ શોમાં સામેલ થઇને અયોધ્યા પહોંચ્યા હતાં. 1992માં બાબરી ધ્વંસ બાદ પ્રિયંકા અયોધ્યા પહોંચનારી ગાંધી પરિવારની બીજી સભ્ય હતી. જોકે આ દરમિયાન તેમણે વિવાદિત જમીન પર સ્થિત રામલલ્લાના દર્શન કર્યા નહીં.

ઉદ્ધવ ઠાકરે
નવેમ્બર 2018માં ઉદ્ધવ ઠાકરે પહેલી વખત સહપરિવાર અયોધ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે રેલી કરી અન રામલલ્લાના દર્શન પણ કર્યા. ત્યારબાદ જૂન 2019માં તેઓ પાછા અયોધ્યા આવ્યા હતા. અહીં ફરી રામલલ્લાના દર્શન પણ કર્યા હતા.

યોગી મઠના મહંત તેથી રામલલ્લા પહોંચ્યા
રાજકીય વિશ્લેષક સંજય ભટનાગર અને સમીરાત્મજ મિશ્રા કહે છે કે 1992માં ઘણા મોટા નેતા અયોધ્યા પહોંચ્યા પરંતુ રામલલ્લાના દર્શન ન કર્યા. યોગી પોતે એક મઠના મહંત છે તેથી રામલલ્લાના દર્શનથી તેમને કોઇ નુકશાન થતું નથી. જે કોઇ નેતા ત્યાં જવાથી ખચકાય છે તેઓ આજે પણ માને છે કે આ એક સાંપ્રદાયિક મામલો છે. તેથી તેઓ તેનાથી દૂરી બનાવી રાખે છે.

મોદી, રાહુલ, પ્રિયંકાના રામલલ્લાના દર્શન ન કરવાનું કારણ
અયોધ્યાના વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ નિવાસ દાસ કહે છે કે નરેન્દ્ર મોદી અયોધ્યા આવ્યા બાદ પણ રામલલ્લાના દર્શન કરવા ન ગયા. તેની પાછળ જે કારણ સમજાય છે તે એવું છે કે તેઓ એ દર્શાવવા માગે છે કે તેઓ દરેક વર્ગ માટે કામ કરે છે. જ્યારે રાહુલ અને પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું હતું કે આ કેસ અત્યારે કોર્ટમાં છે અને જ્યાં સુધી ચૂકાદો ન આવે ત્યાં સુધી તેઓ ત્યાં નહી જાય. સપા-બસપા નેતા તેમના ચૂંટણી એજન્ડાના લીધે રામલલ્લાના દર્શન નથી કરતા કારણ કે તે મામલો હિન્દુ-મુસ્લિમ વોટબેન્કના રાજકારણથી જોડાયેલો છે.

X
Leaders like Modi, Rahul, Mayawati did not go to see Ramallah, only two CMs of UP reached in 27 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી