તર્ક / 3 ફિલ્મોએ એક જ દિવસમાં 120 કરોડની કમાણી કરી, તો મંદી ક્યાં છે?: રવિશંકર

Law Minister Ravi Shankar's surprising logic: films are making 120 crores a day, where are the recessions!

  • આધારભૂત માળખુ મજબૂત હોવાનો દાવો 
  • મોઘવારી અંકૂશમાં, એફડીઆઈ સર્વોચ્ચ સ્તર પર
  • કોંગ્રેસે કહ્યું- દેશનું અર્થતંત્ર સંકટમાં છે

Divyabhaskar.com

Oct 13, 2019, 04:18 AM IST

મુંબઈ: કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે મંદીના માહોલને લઈ આશ્ચર્યજનક તર્ક રજૂ કર્યો છે. તેમને આર્થિક મંદીને ફિલ્મોની કમાણી સાથે જોડી દીધી હતી. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ત્રણ-ત્રણ ફિલ્મો કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે, તો પછી દેશમાં મંદી ક્યાં છે. તેમણે જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરના રોજ 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શનિવારે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં મોબાઈલ, મેટ્રો અને માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં લોકોને રોજગારી મળી રહી છે. આપણા અર્થતંત્રનું આધારભૂત માળખુ મજબૂત છે અને મોઘવારી પણ અંકૂશમાં છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વર્તમાન સમયમાં એફડીઆઈ સૌથી ઉચ્ચ સ્તર પર છે.


પ્રસાદે જણાવ્યું હતું કે જીડીપીનો વિકાસ દર અકબંધ છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગની 268 ફેક્ટરી છે. મેટ્રોનું નિર્માણ થઈ રહ્યું છે. માર્ગો બની રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે લોકો પાસે નોકરીઓ છે. એનએસએસઓ દ્વારા નોકરીઓને લગતા જાહેર કરવામાં આવેલા આંકડાઓને તેમણે નકારી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશમાં મંદી નથી. કેન્દ્રીય પ્રધાને પોતાના દાવાના સમર્થનમાં ઈપીએફના આંડાને ટાંક્યા હતા, તેમણે ખેડૂતોની આત્મહત્યાને લગતા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે અમે તેની પાછળના કારણોની તપાસ કરી રહ્યા છીએ.


આ અગાઉ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં મંદીની શક્યતાને સંપૂર્ણપણે નકારી દીધી હતી. કુમારે આ અંગે ઓટો કંપનીઓના તગડા નફાની કમાણીનું તર્ક આપતા જણાવ્યું હતું કે તેમના વેચાણમાં શાં માટે ઘટાડો થઈ રહ્યો છે તે અંગે હવે તેમણે જ વિચાર કરવાનો રહેશે. ઘણી જૂની અને ખૂબ જ મોટા પ્રમાણમાં નફો કમાતી ઇન્ડસ્ટ્રીઝની કોઈ પણ કંપનીએ વેચાણમાં ઘટાડાને અટકાવવા ઉપાય મેળવવા સક્ષમ બનવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ મંદી હોવાનો સ્વીકાર કર્યો હતો અને વૈશ્વિક મંદીની સૌથી વધારે ભારત પર અસર થવાની દહેશત વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ ઓગસ્ટ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન દરમાં 1.1 ટકા ઘટાડો નોંધાયો હતો.

સૂટ-બૂટવાળી સરકારના ટોણાથી કોર્પોરેટ ટેક્સ કાપનો નિર્ણય લંબાયો: સુબ્રમણ્યન
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને શુક્રવારે કહ્યું કે સરકાર 4-5 વર્ષ પહેલા જ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો વિચાર કરી રહી હતી પરંતુ બાદમાં તે નિર્ણય ફગાવી દીધો હતો. કારણ કે સૂટ-બૂટની સરકાર વાળા કટાક્ષે પણ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણયને મુશ્કેલ બનાવ્યો. સુબ્રમણ્યમે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન આ વાત કહી. જો કે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સુબ્રમણ્યનના આ દાવા સાથે અહસમંતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે નોટબંધીને દૂરદર્શિતા ગણાવવી વિચિત્ર વાત છે.

X
Law Minister Ravi Shankar's surprising logic: films are making 120 crores a day, where are the recessions!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી