ઉજવણી / લદાખના ભાજપ સાંસદ જમયાંગે 15 ઓગસ્ટના દિવસને કાશ્મીરથી 'કલમ 370' મુદ્દે આઝાદીનો દિવસ ગણાવ્યો

સાંસદે પારંપરિક નૃત્ય કરી તેમજ નગારું વગાડીને લોકોમાં ઉત્સાહ વધાર્યો

Divyabhaskar.com

Aug 16, 2019, 04:14 PM IST

15મી ઓગસ્ટે લદાખમાં સ્વાતંત્ર્ય દિન ધૂમધામથી ઉજવાયો હતો.કલમ 370 હટ્યા બાદ પહેલો સ્વાતંત્ર્ય દિન ઉજવતી વખતે લદાખવાસીઓ અલગ જ ઉત્સાહમાં દેખાઈ રહ્યાં હતા. ભાજપ સાંસદ જમયાંગે 15 ઓગસ્ટના દિવસને કાશ્મીરથી કલમ 370 મુદ્દે આઝાદીનો દિવસ ગણાવ્યો હતો. સાંસદે પારંપરિક નૃત્ય કરી તેમજ નગારું વગાડીને લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાંસદ જમયાંગે લોકસભામાં કલમ 370ના નુકસાનો વિશે ધારદાર સ્પીચ આપી હતી. આ ભાષણથી જમયાંગ દેશ-વિદેશમાં જાણીતા બન્યાં છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી