દિલ્હી / સ્વતંત્રતા દિવસ પર કેજરીવાલની જાહેરાત-29 ઓક્ટોબરથી મહિલાઓ માટે ડીટીસી-ક્લસ્ટર બસોમાં ફ્રી યાત્રા

Kejriwal announces Free travel in DTC-cluster buses for women from October 29

  • કેજરીવાલે જૂનમાં કહ્યું હતું- મેટ્રો અને બસોમાં મહિલાઓ માટે મફત યાત્રાની યોજના પર કામ ચાલુ છે
  • કેજરીવાલે કહ્યું હતું- બસનું  ભાડુ વધાર્યું નથી, તેના પર સબ્સિડી આપવામાં આવી રહી છે

Divyabhaskar.com

Aug 15, 2019, 05:07 PM IST

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની મહિલાઓને 29 ઓક્ટોબરથી ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મફતમાં મુસાફરી કરવા મળશે. બે મહિના પહેલા જૂનમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર મહિલાઓ માટે દિલ્હી મેટ્રો, ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મફત યાત્રાની યોજના પર કામ કરી રહી છે.

કેજરીવાલે ગુરુવારે છત્રસાલ સ્ટેડિયમમાં કહ્યું, ''રક્ષાબંધનના અવસર પર હું મારી બહેનોને ભેટ આપવા માંગુ છું. 29 ઓક્ટોબરથી મહિલાઓ બસોમાં મફતમાં મુસાફરી કરી શકશે. તેનાથી તેમની સુરક્ષા સુનિશ્વિત થશે. '' કેજરીવાલે ટ્વિટ કર્યું - આ નિર્ણય મહિલાઓના સન્માન, સુરક્ષા, સશક્તિકરણ અને તેમના સપના સાકાર કરવાની દિશામાં ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

જૂનમાં કેજરીવાલે મફત યાત્રાની જાહેરાત કરી હતી

કેજરીવાલે જૂનમાં કહ્યું હતું કે મહિલાઓને બસોમાં ફ્રી યાત્રાની યોજના પર લગભગ 700-800 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ સમગ્ર ખર્ચો સરકાર ઉઠાવશે. મેટ્રો તરફથી પણ એક અઠવાડિયામાં પ્લાનની માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે અમે ભાવ નથી વધારી રહ્યા પરંતુ સબ્સિડી આપવા જઇ રહ્યા છીએ. તેમની આ જાહેરાત બાદ રાજકીય રીતે વિવાદ પણ થયો હતો. વિપક્ષના નેતાઓએ આ નિર્ણયનો ચૂંટણીમાં લાભ લેવાની કોશિષ જણાવી હતી.

X
Kejriwal announces Free travel in DTC-cluster buses for women from October 29
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી