જમ્મુ-કાશ્મીર / અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પહેલો સ્વતંત્રતા દિવસ, રાજ્યપાલ મલિક બોલ્યા- લોકોની ઓળખ દાવ પર નથી

શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં ઉજવણી સમયની તસવીર
શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં ઉજવણી સમયની તસવીર
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ મલિક સાથે એનએસએ અજીત ડોભાલ
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ મલિક સાથે એનએસએ અજીત ડોભાલ

  • ભાષણમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું- કાશ્મીરી પંડિતો વિના જમ્મૂ-કાશ્મીર અધુરું છે
  • સ્વતંત્રતા દિવસ સમારોહ શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં મનાવવામાં આવ્યો, એનએસએ અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા

Divyabhaskar.com

Aug 15, 2019, 03:50 PM IST

શ્રીનગર(શેર-એ-કશ્મીર સ્ટેડિયમથી ઉપમિતા વાજપેયી): સ્વતંત્રતા દિવસના અવસર પર જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગુરુવારે કહ્યું કે રાજ્યના લોકોની ઓળખ દાવ પર નથી અને તેનાથી કોઇ છેડછાડ પણ કરવામાં નથી આવી. તેનાથી કોઇને ડરવાની જરૂર નથી. આપણું બંધારણ ક્ષેત્રીય ઓળખને વિકસિત અને સમૃદ્ધ કરવાની અનુમતિ આપે છે. જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ સ્વતંત્રતા દિવસનો આ પહેલો સમારોહ હતો. આ વખતે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ઉપસ્થિત હતા.

સમારોહમાં પહેલી વખત મહિલા સૈનિકે બીએસએફની ટુકડી કમાન્ડ કરી. સર્વશ્રેષ્ઠ ટુકડીનો એવોર્ડ પણ બીએસએફને આપવામાં આવ્યો


'કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે પ્રતિબદ્ધ'

મલિકે કહ્યું, ''કાશ્મીરી પંડિતો વિના કાશ્મીર અધુરું છે. પ્રશાસન તેમના કાશ્મીરમાં ઘરવાપસી અને પુનર્વાસ માટે પ્રતિબદ્ધ છે. આ કાશ્મીરના દરેક લોકોના સહયોગ અને સમર્થનથી જ સંભવ છે જેમાં ઘાટીના લોકો સામેલ છે જે કાશ્મીરી પંડિતો સાથે સામાજિક અને સાંસ્કૃતિક રીતે બંધાયેલા છે. ''

મલિકે અમરનાથ યાત્રા દરમિયાન પ્રશાસનની મદદ કરવા માટે લોકોને શુભેચ્છા આપી. તેમણે કહ્યું, ''પવિત્ર ગુફાના દર્શન માટે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુ અહીં પહોંચ્યા. હજ અને અમરનાથ યાત્રાનું આયોજન ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું જે કશ્મિરીયતનું સાચું ઉદાહરણ છે. તેનાથી એ દેખાય છે કે તેમની વચ્ચે સાંપ્રદાયિક સોહાર્દ કેટલો ઘનિષ્ઠ છે. ''

'સુરક્ષાદળોના લીધે આતંકીઓની કમર તૂટી'

રાજ્યપાલે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોની ભૂમિકાની પ્રશંશા કરતા કહ્યું, ''એ માત્ર આપણા સુરક્ષાદળોની વીરતા અને સાહસ છે જેના લીધે આતંકવાદની કમર તૂટી. વર્તમાન સમયમાં આતંકવાદ અને પથ્થરમારો કરવાની ઘટનાઓમાં કમી આવી. ''

X
શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં ઉજવણી સમયની તસવીરશેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં ઉજવણી સમયની તસવીર
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ મલિક સાથે એનએસએ અજીત ડોભાલકાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ મલિક સાથે એનએસએ અજીત ડોભાલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી