ભાસ્કર લાઈવ / પાકિસ્તાનમાં પહેલા ગ્રુપનું હોંશે હોંશે સ્વાગત, સિદ્ધુ અને સની દેઓલને જોવા ભીડ ઉમડી

Kartarpur Corridor inaugurated sikh devotees warm welcome in Pakistan

  •  સિદ્ધુનું સ્વાગત એક હીરોની જેમ થયું અને સની દેઓલને પણ જોનારાઓની લાઈન લાગી 
  • એક શ્રદ્ધાળુએ કહ્યું- કોરિડોરના ખુલવાથી અમારા બાળકોનું ભવિષ્ય સુધરશે

Divyabhaskar.com

Nov 10, 2019, 04:48 PM IST

કરતારપુર સાહિબ/ ડેરા બાબા નાનક(તેજિંદર સિંહ) પંજાબના ડેરા બાબા નાનકની શીખ શ્રદ્ધાળુઓનું પહેલું ગ્રુપ શનિવારે પાકિસ્તાનના કરતારપુર પહોંચ્યું હતું. કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન પહેલા માછીયામાં પીએમ મોદીની જનસભા હતા, ત્યાં તમામ લોકો પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહેલા લોકોને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે દરેક આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માગે છે. આખો માહોલ ભક્તિમય હતો. ત્યારબાદ અમને સુરક્ષાકર્મીઓ સાથે એવા લોકો પાસે લઈ જવામાં આવ્યા હતા જે પહેલા ગ્રુપમાં ગુરુદ્વારા સાહિબના દર્શને જવાના હતા. જેમાં રાજ્ય સરકારના મંત્રી, ધારાસભ્ય અને સાંસદ સહિત VIP સામેલ હતા.

11 વાગ્યે મોદી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા, તેમની સાથે કેપ્ટન, સુખબીર બાદલ અને હરસિમરત પણ હતી. જનસભા બાદ 1.20 વાગ્યે કરતારપુર બોર્ડર પર ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ પર કોરિડોરનો શુભારંભ કરીને મોદીએ પહેલા ગ્રુપને રવાના કર્યું હતું. અમેરિકામાં ભાસ્કરના ફોરેન પત્રકાર પણ સરકારના વિશેષ આમંત્રણથી પહેલા ગ્રુપમાં જોડાયા હતા. બોર્ડર પાસે પહોંચતાની સાથે જ તમામ તપાસની ફોર્માલિટી કરવામાં આવી હતી પછી અમને ખુલ્લા હોલમાં બેસાડવામાં આવ્યા. અહીં અમે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જોવા મળ્યા જે તમામનું અભિવાદન કરી રહ્યા હતા. સની દેઓલ, નવજોત સિંહ સિદ્ધુ પણ ત્યાં જ હતા. લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે લાઈનમાં લાગ્યા હતા.

ભારતીય શ્રદ્ધાળુ કરતારપુર પહોંચ્યા તો દરેક ઉત્સાહમાં હતા
કોરિડોર અંગે સિદ્ધુએ કહ્યું કે, આ અમન અને શાંતિના મુદ્દાઓના પ્રયાસ બાદ ખુલ્યો છે. આપણે તેનું દિલથી સ્વાગત કરવું જોઈએ. જો કે, ઘણા અન્ય વિષયો પર તેમને સવાલ કરવામાં આવ્યા તો‘નો કમેન્ટ પ્લીઝ’ કહીને તેમને વાતને ટાળી દીધી હતી. જ્યારે અમે પાકિસ્તાન ઈમિગ્રેશનમાં પ્રવેશ કર્યો ત્યારે સૌથી પહેલા પાકિસ્તાની કરન્સીમાં પૈસાની લેવડ દેવડ થઈ. કરન્સીમાં 1600 રૂપિયા જમા થયા એટલે કે 20 યુએસ ડોલર. ઈમિગ્રેશન કાઉન્ટર પર લોકોએ અમારું સ્વાગત કર્યું. બસોએ તીર્થયાત્રીઓને પવિત્ર કરતારપુર કોરિડોરમાં પહોંચાડ્યા હતા, જ્યાં 7000 થી વધારે લોકો પહેલાથી જ હાજર હતા. જ્યારે ભારતીય શ્રદ્ધાળુઓ ત્યા પહોંચ્યા તો દરેક ઉત્સાહિત હતા.

સિદ્ધુ-સનીને જોઈને પ્રશંસકોની ભીડ ઉમટી હતી
અહીં સિદ્ધુનું સ્વાગત એક હીરોની જેમ કરવામાં આવ્યું અને સની દેઓલને પણ જોવા માટે લોકોને લાઈન લાગી ગઈ હતી. અહીં માથું ટેક્યા બાદ દરેક એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યું હતું. પાકિસ્તાની શીખ શ્રદ્ધાળુઓને લોકો ભેટી રહ્યા હતા.

કોરિડોરના ખુલવાથી રોજગારીની તક ઊભી થશેઃ શ્રદ્ધાળુ
એક શ્રદ્ધાળુએ કહ્યું કે, કોરિડોરના ખુલવાથી અમારા બાળકોનું ભવિષ્ય પણ સુધરશે. અહીં રોજ 5000ની સંગત આવશે. પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રોજગારી મળશે. ભારત તરફથી પહોંચેલા નરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે. બસ હવે એક જ દુઆ છે કે સંગતનો આવવા જવાનો સિલોસિલો ચાલતો જ રહે. નાનકના આ પવિત્ર સ્થવ પર દર્શન કરીને લોકોના ચહેરા ખીલી ઉઠ્યા છે. એવું લાગ્યું જાણે જીવનની સૌથી મોટી સિદ્ધી હાંસિલ કરી લીધી હોય.

સીએમ કેપ્ટને કહ્યું-પીએમ મોદીના કારણ દર્શન કરી શક્યો
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, પીએમ મોદીના કારણે હું કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન કરી શક્યા હતા. પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું કે, તેને શાંતિ જાળવી રાખવી જોઈએ અને પૈસા આતંકીઓને ન આપીને દેશના લોકોના વિકાસ માટે લગાવવા જોઈએ. પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલે કહ્યું કે, આજે શીખ સંગતની લાંબા સમયથી ચાલી આવી રહેલી ઈચ્છા પુરી થઈ ગઈ છે. દેશને એવા પીએમ મળી ગયા છે, જે ગુરુ નાનક દેવજીના બતાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

X
Kartarpur Corridor inaugurated sikh devotees warm welcome in Pakistan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી