• Home
  • National
  • Rebellious MLAs went to Mumbai again, Speaker Ramesh Kumar will tell the court today its decision

રાજકારણ / 16મી સુધી 'કરનાટક' યથાવત્ રહેશે, કુમારસ્વામીએ બહુમતી સાબિત કરવા વિધાનસભા સ્પીકર પાસે સમય માંગ્યો

કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા (ફાઈલ)
કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર
મુંબઈની હોટલમાં જતા બળવાખોર ધારાસભ્યો
મુંબઈની હોટલમાં જતા બળવાખોર ધારાસભ્યો

  • કોંગ્રેસ-જેડીએસના 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે પરંતુ સ્પીકરે સ્વીકાર્યા નથી
  • સ્પીકર બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય ન લઈ શક્યા, સુપ્રીમ કોર્ટે કહ્યું- 16 જુલાઈ સુધી સ્થિતિ યથાવત રાખો
  • સુપ્રીમ કોર્ટના આદેશ પછી બળવાખોર ધારાસભ્યો કર્ણાટક વિધાનસભા સ્પીકરને મળ્યાં હતા 

Divyabhaskar.com

Jul 13, 2019, 02:38 AM IST

નવી દિલ્હી/બેંગ્લુરુ: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટકના સ્પીકરને કહ્યું કે તે કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નવો કોઈ આદેશ ન થાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન કરે. આ સાથેજ ધારાસભ્યોને અયોગ્ય પણ ઠરાવે નહીં. આ સમગ્ર મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપતાં કોર્ટે કહ્યું કે આ કેસમાં ઊભા થયેલા મહત્ત્વના મુદ્દે વિસ્તૃત સુનાવણીની જરૂર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનાં વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે આ એક મહત્ત્વનો સવાલ છે કે અદાલત સ્પીકરને ધારાસભ્યોનાં રાજીનામાંનો નિર્ણય લેવા નિર્દેશ આપી શકે કે નહીં ? સ્પીકર અને મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીની માંગ પર જોવાશે કે બંધારણની અનુચ્છેદ 32 હેઠળ બળવાખોરોની અરજી સુનાવણી યોગ્ય છે કે નહીં.

કુમારસ્વામી વિશ્વાસના મત માટે સ્પીકર પાસે સમય માંગશે

મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ ગૃહમાં કહ્યું કે વિશ્વાસના મત માટે તેઓ તૈયાર છે. તો બીજીબાજુ સ્પીકર રમેશકુમારે કહ્યું કે મુખ્યમંત્રી જ્યારે પણ બહુમતી પરીક્ષણની માંગ કરશે તેના બીજા જ દિવસે સમય નક્કી કરી દેવાશે. આ તરફ ભાજપે તેના તમામ ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા બેંગ્લુરુની બહાર એક રિસોર્ટમાં મોકલી આપ્યા છે.

ચીફ જસ્ટિસે પૂછ્યું- શું સ્પીકર સુપ્રીમ કોર્ટના અધિકારને પડકારી રહ્યા છે ?

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચ સમક્ષ બળવાખોર ધારાસભ્યો તરફથી એડવોકેટ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે સ્પીકર તરફથી અભિષેક મનુ સિંઘવી અને મુખ્યમંત્રી કુમાર સ્વામી તરફથી રાજીવ ધવને દલીલ કરી હતી.

સુપ્રીમકોર્ટની કાર્યવાહી લાઈવ

ચીફ જસ્ટિસ : સ્પીકરનો નિર્ણય શું છે ?
રોહતગી : સ્પીકરે રાજીનામા અંગે નિર્ણય નથી લીધો. તેઓ બે ઘોડે સવારી એટલે કે બેવડી વાત કરે છે. એક બાજુ એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ એમને આદેશ ન આપી શકે. બીજી બાજુ કહે છે કે તેમને રાજીનામાની તપાસ માટે સમય જોઈએ છે. એમનો હેતુ
રાજીનામાનો મુદ્દો લંબાવી રાખી ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો છે. આ કોર્ટનું અપમાન છે.
સિંઘવી : 1974ના કાયદા હેઠળ તપાસમાં સાબિત ન થાય કે રાજીનામા સાચા છે કે નહીં ત્યાં સુધી તેને મંજૂર કરી શકાય નહીં. અયોગ્ય થવાથી બચવા બળવાખોર ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે.
ચીફ જસ્ટિસ : તમારી દલીલ છે કે સુપ્રીમકોર્ટને આ મામલે સુનાવણીનો અધિકાર નથી. શું તમે કોર્ટના અધિકારને પડકારી રહ્યા છો ?
સિંઘવી : ના અમે માત્ર પ્રક્રિયા જણાવીએ છીએ.

ચીફ જસ્ટિસ : શું સ્પીકર રાજીનામા પહેલા અયોગ્યતા નક્કી કરવા બંધાયેલા છે ?

સિંઘવી : બિલકુલ, સુપ્રીમકોર્ટે જ કહ્યું છે કે કોર્ટ સ્પીકરને નિશ્ચિત સમયમાં અયોગ્યતાની પ્રક્રિયા પૂરી કરવાનો આદેશ આપી શકે નહીં.
ધવન : ધારાસભ્ય મરજીથી પદ છોડવાની વાત કરે છે. પરંતુ તેમની ઈચ્છા શંકાસ્પદ છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે જો સ્પીકરને અંગત રીતે પણ રાજીનામાની માહિતી મળે તો તેના કારણોની તપાસ કરાવવી જોઈએ. બંધારણની 10મી અનુસૂચિમાં આ પ્રક્રિયાની વિગત છે. હરિયાણાના એક કેસમાં હાઈકોર્ટે સ્પીકરને રાજીનામાની તપાસ માટે 4 મહિનાનો સમય આપ્યો હતો.
રોહતગી : 8 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની પ્રક્રિયા શરૂ થઈ તે પહેલા જ રાજીનામા સોંપાયા હતા. સ્પીકરે પહેલા તેના ઉપર નિર્ણય કરવો જોઈએ.

X
મુંબઈની હોટલમાં જતા બળવાખોર ધારાસભ્યોમુંબઈની હોટલમાં જતા બળવાખોર ધારાસભ્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી