તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મહિલાઓ-વિદ્યાર્થીનીઓ માટે 6 પિંક વેન લોન્ચ કરાઈ, પબ્લિક ટ્રાન્સપોર્ટની મુશ્કેલીથી છૂટકારો અપાવવાની પહેલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારી એઝાઝ અસદે જણાવ્યું કે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જ એક સર્વે કરાવાવમાં આવ્યો હતો
  • સર્વે પ્રમાણે વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

શ્રીનગર: ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર શુક્રવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં 6 પિંક વેન લોન્ચ કરવામાં આવી છે. તેનો હેતુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં થતી મુશ્કેલીઓથી છૂટકારો અપાવવાનો છે. રાજૌરીનો જિલ્લા વિકાસ અધિકારી મોહમ્મદ અઝાઝ અસદે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જ એક સર્વે કરાવવામાં આવ્યો હતો.


તેમણે જણાવ્યું કે, સર્વેમાં એ વાત સામે આવી છે કે, મહિલાઓ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટ ગાડીઓમાં મુસાફરી કરતી વખતે ભીડનો સામનો કરવો પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે.

સવારે આઠ વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી આ ગાડીઓ ચાલશે
અસદે જણાવ્યું કે, પિંક વેન સવારે આઠ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ચાલશે. આઠ સીટ વાળી 6 ગાડી ઓલ્ડ બસ સ્ટેન્ડથી મેડિકલ કોલેજ (જીએમસી) અને એએચ ડિગ્રી કોલેજ, નવા બસ સ્ટેન્ડથી જીએમસી અને ડિગ્રી કોલેજ અને ઓલ્ડ બસ સ્ટેન્ડથી ખાંડલી વિસ્તાર સુધી ચાલશે. આ રુટની પસંદગી સર્વેને આધારે કરવામાં આવી છે.

પહેલીવાર 11 ઓક્ટોબર 2012માં મનાવવામાં આવ્યો હતો ગર્લ ચાઈલ્ડ ડે
ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પહેલીવાર 11 ઓક્ટોબર 2012માં ઉજવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસને ડે ઓફ ગર્લ્સ અથવા ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ પણ કહેવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ છોકરીઓ માટે સમાજમાં સમાન અવસર આપવા અને સાથે લિંગને સંતુલનમાં રાખવાનો પ્રયત્ન છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો