બીજી અનૌપચારિક ચર્ચા / જિનપિંગ આજે 2 દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે, મોદી સાથે વેપાર સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા શક્ય

Jinping arrives in Chennai on 2-day visit today

  • ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને નરેન્દ્ર મોદી વચ્ચે ચેન્નાઈના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં મુલાકાત યોજાશે
  • પુરાતત્વવિદ એસ રાજાવેલુંના જણાવ્યા પ્રમાણે, મહાબલીપુરમનો ચીન  સાથે અંદાજે 2000 વર્ષે જૂનો સંબંધ 

Divyabhaskar.com

Oct 11, 2019, 08:56 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનઔપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવાર બપોર બાદ ભારતમાં પહોંચશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, તમિલાનાડુના મહાબલીપુરમમાં શુક્રવાર અને શનિવારે બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થશે. સાથે જ ચેન્નાઈના ઐતિહાસિક શહેર મહાબલીપુરમ(મામલ્લપુરમ)માં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થશે. આ ઉપરાંત જિનપિંગ સાથે ચીનના વિદેશ મંત્રી અને પોલિત બ્યૂરોના સભ્ય પણ ભારતમાં આવશે. આ બેઠક માટે કોઈ એજન્ડા નક્કી કરાયો નથી, પરંતુ સરહદ વિવાદ,આતંકવાદ, વેપાર, ટેરર ફંડિંગના મુદ્દે ચર્ચા થઈ શકે છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ મુલાકાત દરમિયાન કોઈ કરાર અને MOU પર હસ્તાક્ષર નહીં થાય, પરંતુ મોદી-જિનપિંગની તરફથી નિવેદન જાહેર થઈ શકે છે. બન્ને નેતા આતંકવાદ, સરહદ પર શાંતિ જાળવી રાખવા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગત વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠક માટે મોદી ચીનના વુહાન શહેર ગયા હતા. બન્ને નેતાઓ વચ્ચે વન ટૂ વન મિટિંગ ઉપરાંત પ્રતિનિધિમંડળ ચર્ચા થશે.

જિનપિંગ મહાબલીપુરમમાં સ્મારકોની મુલાકાત લેશે
ભારત અને ચીનના સૈનિક સંયુક્ત રીતે ડિસેમ્બરમાં આતંકવાદ વિરોધી અભ્યાસમાં સામેલ થશે. મોદી અને જિનપિંગ મહાબલીપુરમના ત્રણ પ્રસિદ્ધ સ્મારકોની મુલાકાત લેશે. સાથે જ લગભગ એક કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ જોડાશે.

ચીનના મહાબલીપુરમ સાથે ઐતિહાસિક સંબંધ
તમિલનાડુમાં બંગાળની ખાડીના કાંઠે આવેલા મહાબલીપુરમ શહેર ચેન્નાઈથી અંદાજે 60 કિમી દૂર છે. પુરાતત્વવિદ એસ રાજાવેલુના જણાવ્યા પ્રમાણે, તેની સ્થાપના ધાર્મિક ઉદ્દેશોથી 7મી સદીમાં પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મને કરાવી હતી. નરસિંહે મામલ્લની ઉપાધિ ઘારણ કરી હતી, એટલા માટે જ તેને મામલ્લપુરમના નામે પણ ઓળખવામાં આવે છે. આ શોધ દરમિયાન ચીન, ફારસ અને રોમના પ્રાચીન સિક્કા મોચી સંખ્યામાં મળી આવ્યા છે. પ્રાચીન બંદર મહાબલીપુરમનો લગભગ 2000 વર્ષ પહેલા ચીન સાથે ખાસ સંબંધ હતો.

X
Jinping arrives in Chennai on 2-day visit today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી