ઝારખંડ લિંચિંગ / નકવીએ કહ્યું, “જય શ્રીરામના નારા ગળે મળીને લગાવી શકાય, ગળું દબાવીને નહીં”

Jharkhand lining

  • ઝારખંડમાં બાઇક ચોરીની શંકામાં ભીડે યુવકને થાંભલે બાંધીને ફટકાર્યો હતો, શનિવારે તેનું મોત થયું હતું
  • નકવીએ કહ્યું, આ ગુનામાં સામેલ લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે

Divyabhaskar.com

Jun 25, 2019, 06:01 PM IST

નવી દિલ્હી: લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઝારખંડમાં ભીડ દ્વારા માર મારીને યુવકની હત્યા કરવાને જઘન્ય ગુનો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે લોકોને ગળે મળીને જયશ્રી રામનો નારો લગાવી શકાય છે, કોઈનું ગળું દબાવીને નહીં. નકવીએ કહ્યું હતું કે આ ઘટનામાં જે પણ લોકો સામેલ છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઝારખંડના સરાયકેલામાં બાઇક ચોરી કરવાની શંકામાં ભીડે તરબેઝ નામના એક યુવકની થાંભલા સાથે બાંધીને ધોલાઈ કરી હતી. ત્યાર બાદ યુવકનું શનિવારે જેલમાં મોત થયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે માર દરમિયાન યુવકને જયશ્રી રામના નારા બોલવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. એવો પણ આરોપ લાગ્યો છે કે પોલીસે કોઈ પણ સારવાર વગર તબરેઝને જેલ મોકલી દીધો હતો, જ્યાં તેનું મોત થયું હતું.

'સરકારે હજ સબસિડીની છેતરપિંડીને ઈમાનદારીના આધારે દૂર કરી'

નકવીએ કહ્યું કે આ વર્ષે બે લાખ ભારતીય મુસલમાન વગર સબસિડીએ હજ યાત્રા કરશે. સરકારની ઈમાનદાર અને પારદર્શિત વ્યવસ્થાના કારણે સબસિડી ખતમ થવા છતાં હજ યાત્રીઓ પર વધારાનો બોજ પડ્યો નથી અને દેશના ઇતિહાસમાં સૌથી વધુ ભારતીય મુસલમાન આ વર્ષે હજ યાત્રા પર જશે. મોદી સરકારે હજ સબસિડીની છેતરપિંડીને ઈમાનદારીના આધારે દૂર કરી છે.

X
Jharkhand lining
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી