વિવાદ / બિગ બોસ પર બેનને લઇને જાવડેકરે કહ્યું - શોમાં શું દેખાડવામાં આવે છે, તેના પર મંત્રાલય અઠવાડિયામાં રિપોર્ટ આપશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

  • ભાજપાના વિધાયક નંદકિશોર ગુર્જરે જાવડેકરને પત્ર લખી શોને ઓફ એયર કરવાની માગ કરી હતી
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે બિગ બોસના હોસ્ટ સલમાન ખાન પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે

Divyabhaskar.com

Oct 12, 2019, 11:06 PM IST

પૂણેઃ રિયાલિટી શો બિગ બોસ ઉપર પ્રતિબંધ મૂકવાના વિવાદને લઇને કેન્દ્ર સરકારે સૂચના તથા પ્રસારણ મંત્રાલય પાસે રિપોર્ટ માગ્યો છે. શનિવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકારે કહ્યું હતું કે અમે એક અઠવાડિયામાં શો સાથે જોડાયેલા કન્ટેન્ટ સાથેની પૂરી વિગતો સાથે રિપોર્ટ બની જશે. ત્યારપછી ખબર પડશે કે શોમાં શું દેખાડવામાં આવે છે. થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના ભાજપાના વિધાયકે પત્ર લખી સરકારને બિગ બોસ દ્વારા અશ્લીલતા ફેલાવવાની ફરિયાદ કરી હતી.

પરિવાર સાથે બેસીને જોઇ શકાય તેમ નથીઃ નંદકિશોર
ગાજિયાબાદના ભાજપા વિધાયક નંદકિશોક ગુર્જરે કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી જાવડેકરને પત્ર લખી શોને ઓફ એયર કરવાની માગ કરી હતી. ભાજપા વિધાયકે કહ્યું હતું કે, આ શો અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યું છે અને પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેમ નથી. બિગ બોસ ભારતીય સંસ્કૃતિના વિરોધાભાસમાં છે, આ શોમાં આપત્તિજનક અતરંગ દૃશ્યો દેખાડવામાં આવે છે.

સલમાન લવ-જેહાદને પ્રોત્સાહન આપે છેઃ હિન્દુ પરિષદ
હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે બિગ બોસના હોસ્ટ સલમાન ખાન લવ-જેહાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે. શોમાં અલગ-અલગ સમુદાયના લોકોને એક જ બેડ પર ઊંઘવા માટે કહીને અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે. પરિષદના નેતા પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં કાનપુરમાં ગયા રવિવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સલમાનના પૂતળાને બાળવામાં આવ્યું હતું.

X
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરકેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી