આંકડા / ફુગાવાનો દર ઓગસ્ટમાં 3.21 ટકા પહોંચ્યો, છેલ્લા 10 મહિનામાં સૌથી વધુ

Inflation reached 3.21 percent in August, the highest in the last 10 months

  • ઓક્ટોબર 2018માં 3.38 ટકા હતો. આ વર્ષે જુલાઇમાં 3.12 ટકા હતો
  • ઓગસ્ટમાં ખાદ્ય ચીજોની કિંમતો વધવાના કારણે મોંઘવારીના દર પર અસર થઇ

Divyabhaskar.com

Sep 13, 2019, 12:40 AM IST

નવી દિલ્હી: રિટેલ ફુગાવાનો દર ઓગસ્ટમાં વધીને 3.21 ટકા પહોંચી ગયો છે. આ દસ મહિનામાં સૌથી વધુ છે. તેનાથી વધારે ઓક્ટોબર 2018માં 3.38 ટકા હતો. ઓગસ્ટમાં ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારો થવાથી મોંઘવારીના દર પર અસર થઇ હતી. ફૂડ બાસ્ટેટનો મોંઘવારી દર 2.99 ટકા પહોંચી ગયો હતો. જુલાઇમાં તે આંકડો 2.36 ટકા હતો. સરકારે ગુરુવારે આંકડા જાહેર કર્યા હતા. આ વર્ષે જુલાઇમાં રિટેલ ફુગાવાનો દર 3.15 ટકા હતો.


રિટેલ ફુગાવાનો દર લગાતાર 13મા મહિને RBIના લક્ષ્યના દાયરામાં રહ્યો

ઓગસ્ટમાં રિટેલ મોંઘવારીના દરમાં થોડો સુધારો જરૂર થયો છે પરંતુ તે હજુ પણ RBIના લક્ષ્યથી નીચે છે. RBIનું લક્ષ્ય રહે છે કે રિટેલ ફુગાવાનો દર 4 ટકાની આસપાસ રહે. રિઝર્વ બેન્ક વ્યાજના દર નક્કી કરતી વખતે રિટેલ ફુગાવાના રેટને ધ્યાનમાં રાખે છે. લક્ષ્યથી ઓછો મોંઘવારી દર બજારમાં માંગ ઓછી હોવાના સંકેત આપે છે. આવામાં આરબીઆઇ દ્વારા વ્યાજ દર ઘટાડવાની આશા રહે છે. રિટેલ ફુગાવાનો દર 13 મહિનાથી 4 ટકા નીચે રહ્યો છે.

જુલાઈમાં આઇઆઇપી ગ્રોથ 4.3 ટકા રહ્યો

આ સાતે જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન(આઇઆઇપી)ના ગ્રોથના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ ગ્રોથ જુલાઈમાં 4.3 ટકા રહ્યો હતો. ગત વર્ષે જુલાઇમાં 6.5 ટકા અને આ વર્ષે જૂનમાં 1.2 ટકા હતો. મહિનાના આધાર પર આ ગ્રોથમાં તેજી જોવા મળી હતી જોકે વાર્ષિક આધાર પર જોઇએ તો ઉત્પાદન સેક્ટરમાં ગતિવિધિ સુસ્ત રહેવાના કારણે આ ગ્રોથ પર અસર પડ્યો હતો. આ સેક્ટરનો ગ્રોથ 4.2 ટકા રહ્યો. ગત વર્ષે જુલાઈમાં ગ્રોથ 7 ટકા હતો.

X
Inflation reached 3.21 percent in August, the highest in the last 10 months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી