રિપોર્ટ / ભારત મલેશિયા વિરુદ્ધ વેપારી પ્રતિબંધ લગાવી શકે છે, યુએનમાં કાશ્મીર મુદ્દે વિરોધ કર્યો હતો

India restricting imports from Malaysia after Kashmir remark at UN
X
India restricting imports from Malaysia after Kashmir remark at UN

  • યુએનમાં મલેશિયાના વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ટીપ્પણી કરીને તેને ભારતનું આક્રમણ ગણાવ્યું હતું
  • ભારત સરકાર મલેશિયાથી આયાત થનાર પામ ઓઈલ સહિત અન્ય ચીજો પર પ્રતિબંધ લગાવે તેવી શક્યતા

Divyabhaskar.com

Oct 12, 2019, 11:42 AM IST

નવી દિલ્હી: ભારત સરકાર મલેશિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. રોયટર્સ ન્યૂઝ એજન્સીએ તેમના રિપોર્ટમાં સરકારી સૂત્રોના આધારે કહ્યું છે કે, મલેશિયાથી આયાત થતા પામ ઓઈલ સહિત અન્ય વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવી શકે છે. હકીકતમાં મલેશિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો સાથે આપીને ભારતની કાર્યવાહીને ખોટી ગણાવી હતી. ભારતે આ માટે મલેશિયાની સરકારને કડક શબ્દોમાં સંદેશો પણ આપ્યો હતો.
 

મહાતિરે કહ્યું- ભારતનો કોઈ મેસેજ નથી મળ્યો

  1. રિપોર્ટ પ્રમાણે ભારતમાં કુલ ખાદ્ય તેલના વપરાશનો 2/3 હિસ્સો પામ ઓઈલનો છે. અન્ય દેશોથી સરખામણીએ ભારત દર વર્ષે 90 લાખ ટન વધારે પામ ઓઈલની આયાત કરે છે. ભારત ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી વધારે પામ ઓઈલની આયાત કરે છે.
  2. ભારતમાં પામ ઓઈલ મલેશિયા, ઈન્ડોનેશિયા સિવાય આર્જેન્ટિના અને યુક્રેનથી પણ આયાત કરવામા આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલેશિયાથી આયાત થતાં પામ ઓઈલ પર ભારત આંશિક અથવા સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી શકે છે. જેનો આર્જેન્ટિના અને યુક્રેનની સરખામણીએ ઈન્ડોનેશિયાને વધારે ફાયદો થઈ શકે છે.
  3. પ્રતિબંધ સંબંધિત રિપોર્ટ સામે આવ્યા પછી મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે શુક્રવારે કહ્યું છે કે, તેમને ભારત તરફથી આ પ્રકારની કોઈ માહિતી મળી નથી. રોયટર્સના રિપોર્ટ પછી બજારમાં મલેશિયામાં પામ ઓઈલના ભાવમાં છેલ્લા પાંચ દિવસની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે.
  4. મુંબઈમાં એક તેલ વેપારીના જણાવ્યા પ્રમાણે, જો મલેશિયાથી પામ ઓઈલની આયાતા પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો પણ ભારતમાં તેલની કોઈ પ્રકાર અછત સર્જાશે નહીં. જ્યારે બીજી બાજુ ઈન્ડોનેશિયા પણ ઈચ્છે છે કે, ભારત તેમની પાસેથી પામ ઓઈલની આયાતમાં વધારો કરે અને તેના બદલામાં ખાંડની નિકાસ કરે.
  5. ગયા મહિને યુએન મહાસભામાં મહાતિરે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, ભારતે આક્રમક રીતે જવાબ આપ્યો છે. મોહમ્મદે ભારતને પાકિસ્તાન સાથે વાતચીત કરવાની સલાહ પણ આપી હતી. જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તાયિબ અર્દોઆને કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે આ મુદ્દે સમજૂતી જરૂરી છે. આ મુદ્દાનો વાતચીત પણ ઉકેલ લાવી શકાય છે.
  6. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ વિશે કહ્યું હતું કે, અમે મલેશિયા અને તુર્કી સરકારને કહીશું કે તેઓ કોઈ પણ નિવેદન આપતા પહેલાં તેમની હકીકત વિશે વિચાર કરે. આ મુદ્દો સંપૂર્ણ પણે ભારતનો આંતરિક મુદ્દો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી