ભારત-પાકિસ્તાન / પહેલા પુલવામા અને હવે અનંતનાગ: 11 મહિનામાં કાશ્મીરમાં 4 મોટા આતંકી હુમલો

India Pakistan relationship terrorist attack incidents in Jammu Kashmir

  • છેલ્લા 3 વર્ષમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 4281 વાર સિઝફાયર કર્યું તેમાં કુલ 70 જવાન શહીદ થયા
  • 3 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી આતંકીઓએ 74 વાર ઘૂસણખોરી કરી

Divyabhaskar.com

Jun 13, 2019, 12:27 PM IST

નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં 2014થી ડિસેમ્બર 2018 સુધી 1213 આતંકી ઘટનાઓ થઈ છે. તેમાં 183 લોકો સ્થાનિક અને 383 આતંકીના મોત થયા છે. આ દરમિયાન દેશની અન્ય જગ્યાઓ પર 6 આતંકી ઘટનાઓ થઈ હતી. તેમાં 11 લોકો અને 7 આતંકીઓના મોત થયા હતા. આ દરમિયાન આતંકીઓના સંઘર્ષમાં વિવિધ ભારતીય સૈન્ય બળના 198 જવાન શહીદ થયા છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજમાં આ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં ગયા વર્ષે ચૂંટણી થઈ હતી. ઓગસ્ટમાં ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા હતા. સીમા પર આતંકી ગતિવિધિઓ રોકવા માટે ઘણાં મોટા વાયદાઓ પણ કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બન્યા ત્યારે પણ ઈમરાન ખાને તેમને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ ઈમરાન ખાન પહેલીવાર વડાપ્રધાન બન્યા અને નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા તે 11 મહિના દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં 4 મોટા આતંકી હુમલા થયા છે.

14 ફેબ્રુઆરી 2019માં જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. તે હુમલામાં 46 જવાન શહીદ થયા અને ઘણાં જવાન ઘાયલ થયા હતા. ત્યારપછી જ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તોડી પાડ્યા હતા. 7 માર્ચે જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો થયો હતો. તેમાં 3 લોકોના મોત થયા હતા.

9 એપ્રિલે કિશ્તવાડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 2 કાર્યકર્તાઓને આતંકીઓએ મારી નાખ્યા હતા. 12 જૂને અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને 3 ઘાયલ થયા હતા. જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાને ત્રણ વર્ષમાં 4281 વાર કર્યું સીઝફાયર, 74 વાર ઘૂસણખોરીનો પ્રયત્ન: છેલ્લા 3 વર્ષમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 4281 વાર સીઝફાયર કર્યું છે. આ દરમિયાન સેનાના અંદાજે 70 જવાન શહીદ થયા છે અને તેટલા જ લોકોના મોત થયા છે. જ્યારે આ દરમિયાન 256 જવાન અને 373 લોકો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી આતંકીઓએ 74 વાર ઘૂસણખોરી કરી છે. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે.

જીતની શુભેચ્છા, વાત કરવાની ભલામણ બધુ પાકિસ્તાનનું છળ-કપટ: નરેન્દ્ર મોદીનું બીજી વખત વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઈમરાન ખાને મોદીની જીતની શુભેચ્છા પાઠવી છે. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની ઈચ્છા વ્યક્ત કરતાં ખાને કહ્યું કે, તેઓ આ ઉદ્દેશને આગળ લઈ જવા વડાપ્રધાન મોદી સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોદીએ પણ જવાબમાં કહ્યું કે, અમારા વિસ્તારમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધી માટે સહયોગ વધારવા ઉદ્દેશ, વિશ્વાસ અને હિંસા સિવાય આતંકવાદથી મુક્ત વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી છે. પાકિસ્તાન ભારત સાથે વાત કરવા આતુર છે. પાકના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાનને ફરી એક વાર વાતચીત કરવા ચિઠ્ઠી લખી છે. તેમણે આ પત્ર બંને દેશો વચ્ચે સંબંધ સુધારવાની આશાએ લખ્યો છે. ઈમરાન ખાને પીએમ નરેન્દ્ર મોદીને સાઉથ એશિયા અને પડોશી દેશોમાં શાંતિ લાવવા માટે મળીને કામ કરવાની ભલામણ કરી છે. ચિઠ્ઠીમાં કાશ્મીર વિવાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

X
India Pakistan relationship terrorist attack incidents in Jammu Kashmir
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી