અરુણાચલ પ્રદેશ / ચીન સરહદ પાસે ચિનૂક હેલિકોપ્ટર અને અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર જેવા અત્યાધુનિક હથિયાર તહેનાત કરાશે

India China: India to deploy American weapon systems Ex HimVijay In Arunachal Pradesh Close To India China Borders

  • અરુણાચલ પ્રદેશ પાસે સ્થિત ચીનની સીમા પાસે આર્મી અને વાયુસેના યુદ્ધઅભ્યાસ કરશે 
  • પહેલી વખત 17 માઉન્ટેન કોર્પ્સ સામેલ થશે, જેમાં 2500થી વધુ જવાન ભાગ લેશે 

Divyabhaskar.com

Sep 13, 2019, 03:29 PM IST

નવી દિલ્હીઃ ભારતીય સેના ટૂંક સમયમાં જ અરુણાચલ પ્રદેશ પાસે આવેલી ચીની સરહદ પર અત્યાધુનિક અમેરિકી હથિયારો તહેનાત કરશે. જેમાં ચિનૂક હેલિકોપ્ટર સહિત M-777 અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર્સ પણ સામેલ છે. આ યોજના પ્રમાણે, આર્મી અને વાયુસેનાને સંયુક્ત રીતે યુદ્ધઅભ્યાસમાં સામેલ થવાનું છે. ચિનૂક હેવી લિફ્ટ હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં 25 માર્ચે ચંદીગઢ એરબેઝમાં સામેલ કરાયું હતું.

યુદ્ધ અભ્યાસનું કોડનેમ હિમવિજય રાખવામાં આવ્યું હતું

આ યુદ્ધઅભ્યાસનું કોડનેમ હિમવિજય રાખવામાં આવ્યું છે. જેનો હેતું ઉત્તરપૂર્વમાં યુદ્ધની ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનું છે. જેમાં હાલમાં રચાયેલી 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ પણ સામેલ હશે. આર્મી અને વાયુસેનાનો આ યુદ્ધાભ્યાસ વાસ્તવિક હશે. યુદ્ધ દરમિયાન આર્મીની જરૂરિયાતને પુરી કરવા માટે વાયુસેના શક્ય તેવા તમામ કામ કરશે.

સૈનિકોને યુદ્ધ દરમિયાન હળવી બંદૂકોની જરૂરઃ સૂત્ર

  • સેનાના વરિષ્ઠ સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, હિમવિજય એક્સસાઈઝ દરમિયાન 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને M-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર્સ ઉપલ્બ્ધ કરાવાશે. યુદ્ધ દરમિયાન તે દુશ્મનો પર હુમલો કરવા માટે તૈયાર હશે, એવામાં તેમને હળવી બંદૂકોની જરૂર પડશે.
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાયુસેનાએ અત્યાર સુધી ચિનૂક હેલિકોપ્ટરને ઉત્તરપૂર્વમાં તહેનાત નથી કર્યા, પણ ભવિષ્યમાં ઘણા સ્થળો પર જરૂર તહેનાત કરાશે. જેથી યુદ્ધઅભ્યાસ દરમિયાન તેમને પણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.

વાયુસેના જવાનોને એરલિફ્ટ કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુદ્ધઅભ્યાસમાં તેજપુર બેઝ 4 જવાનને હાઈ એલ્ટીટ્યૂડ પર તહેનાત કરવામાં આવશે. તેમની પર વિસ્તારની સુરક્ષાની જવાબદારી હશે. આ સાથે તેમને પડકાર આપવા માટે વાયુસેના દ્વારા ત્યાં 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સની એક બ્રિગેડ સાઈઝ ફોર્સ(જેમાં 2500થી વધારે સૈનિકો સામેલ હશે)ને એરલિફ્ટ કરી પહોંચાડવામાં આવશે. આ જવાનો અટેક કરશે.

જવાનોને પશ્વિમ બંગાળથી અરુણાચલપ્રદેશ પહોંચાડવામાં આવશે
જવાનોને એરલિફ્ટ કરવામાં વાયુસેના C-17,C-130J સુપર હરક્યૂલસ અને એએન-323નો ઉપયોગ કરશે. વાયુસેના આ જવાનોને પશ્વિમ બંગાળની બાગડોગરા પોસ્ટ માટે એરલિફ્ટ કરીને અરુણાચલ પાસે આવેલા વોર ઝોન સુધી પહોંચાડશે.

X
India China: India to deploy American weapon systems Ex HimVijay In Arunachal Pradesh Close To India China Borders
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી