જાહેરાત / આર્ટિફિશ્યલ ઇન્સેમિનશનની મદદથી દેશમાં દૂધાળા પશુઓની સંખ્યામાં વધારો કરાશે

Increasing the number of milch cattle in the country will be done using artificial insemination

  • કેન્દ્ર સરકાર દ્વારા ગોકુલ મિશન અંતર્ગત પ્રોજેક્ટ શરૂ કરાયો 
  • દેશમાં વાર્ષિક શોર્ટેડ સેક્સ સીમનના ડોઝ બનાવવામાં આવશે

Divyabhaskar.com

Jul 14, 2019, 04:51 PM IST

અમદાવાદ: ભારત સરકાર દ્વારા દુધ આપતા પશુઓની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી ગોકુલ મિશન હેઠળ એક પ્રોજેક્ટ અંતર્ગત આર્ટિફિશ્યલ ઇન્સેમિનશનની મદદથી શોર્ટેડ સેક્સ સિમન બનાવવામાં આવશે અને આ રીતે માદા પશુઓની સંખ્યામાં વધારો કરાશે. અમદાવાદ આવેલા કેન્દ્રીય પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે, અમુક લોકો આવા સિમન આયાત કરતા હતા પરંતુ તેની કિમત વધુ હોવાથી સરકારે આર્ટિફિશ્યલ ઇન્સેમિનશનની મદદથી દેશમાં જ આને બનાવી ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે. ગિરિરાજ સિંહે આજે અમદાવાદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને અમૂલ ડેરીના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.

ઑગસ્ટથી આ સીમનનું ખેડૂતોમાં વિતરણ થશે: ગિરીરાજ સિંહે કહ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી દુધાળા પશુઓની સંખ્યા વધારવા માટે પગલા લઇ રહી છે અને ઓગસ્ટ મહિનાથી ખેડૂતોને આવા સીમનનું વિતરણ કરવામાં આવશે. આના માટે અમુલ સહિતની દેશભરની દૂધ સહકારી મંડળીઓની પણ મદદ લેવામાં આવશે.

માછીમારો માટે સર્વેલન્સ સિસ્ટમ ઊભી થશે: ગીરીરાજસિંહ જણાવ્યું હતું કે, ભારત પાસે અંદાજે આઠ હજાર કિલોમીટર નો દરિયાકિનારો આવેલો છે. જોકે, દેશમાં ઓછા માછીમારો ડીપ સી ફિશિંગ કરે છે. આનું એક કારણ માહિતીનો અભાવ પણ છે. આને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર માછીમારો માટે સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરશે જેનાથી દરિયાના કયા ભાગમાં વધુ માછલીઓ છે તેની ખબર પડશે. આ ઉપરાંત, દરિયાઈ હવામાન અને સુરક્ષાને લગતી જાણકારીઓ પણ માછીમારોને આ સિસ્ટમ દ્વારા પહોંચાડવામાં આવશે. કેન્દ્રએ તમિલનાડુમાં રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે આનો એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આઈવીએફ ટેકનીક દ્વારા પશુઓની નસલ સુધારાશે: ગિરિરાજ સિંહે કહ્યું હતું કે ખરવા મોવા જેવા રોગોથી ખેડૂતોને નફામાં લગભગ 30 ટકા જેટલું નુકસાન થાય છે. આથી કેન્દ્ર સરકારે આવતા પાંચ વર્ષમાં આ રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ માટે સરકાર પૂરતા રસીકરણ અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહી છે.પશુની નસલ સુધારણાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે સરકાર એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ અને આઈવીએફ ટેકનીક દ્વારા નસલ સુધારણા પર ધ્યાન આપી રહી છે.

X
Increasing the number of milch cattle in the country will be done using artificial insemination
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી