બિહાર / પૂર્વ ચંપારણમાં ત્રણ દિવસથી સતત વરસાદ, હાઈએલર્ટ જાહેર  કરાયું

છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદે જનજીવન ખોરવી કાઢ્યું
છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદે જનજીવન ખોરવી કાઢ્યું

Divyabhaskar.com

Jul 14, 2019, 04:07 AM IST

બિહારઃ પૂર્વ ચંપારણમાં ગત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. 24 કલાકમાં અહીં 214 મિમી વરસાદ પડ્યો હતો. તેના લીધે ગંડક નદીનું જળસ્તર વધી ગયું છે. તંત્રએ હાઈએલર્ટ જાહેર કરી કલમ 144 લાગુ કરી દીધી છે.

સિક્કીમમાં ત્રીજા દિવસે પણ નેશનલ હાઇવે બંધ રખાયો
સિક્કીમમાં ભૂસ્ખલનને લીધે રણનીતિક રૂપે મહત્ત્વપૂર્ણ એનએચ10 અને એનઅેચ31 સતત ત્રીજા દિવસે બંધ રહ્યા. આ હાઈવેના બંધ થવાથી સિક્કીમ બાકી દુનિયાથી કપાઇ ગયું છે.

મેઘાલય, ઉત્તરાખંડ, પંજાબમાં ભારે વરસાદ પડવાની આશંકા
હવામાન વિભાગ અનુસાર રવિવારે મેઘાલય, આસામ જેવાં અન્ય રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, પંજાબ, નોર્થ ઈસ્ટ સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

X
છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદે જનજીવન ખોરવી કાઢ્યુંછેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદે જનજીવન ખોરવી કાઢ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી