કાશ્મીર મુદ્દો / પાક સરકાર આજે પીઓકેમાં ‘જલસા’ કરશે, કાશમીરીઓ સાથે એકજૂથતા દર્શાવવાનો પ્રયત્ન 

Imran Khan Hold Jalsa In Pakistan Occupied Kashmir (POK) Over Kashmir issue

  • જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાન ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે
  • ઈમરાન સરાકરે 30 ઓગસ્ટે કાશ્મીર મુદ્દા પર કાશ્મીર ઓવરનું આયોજન કર્યું હતું

Divyabhaskar.com

Sep 13, 2019, 03:04 PM IST

મુઝફ્ફરાબાદ: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ થયા પછી કાશ્મીરી નાગરિકો સાથે એકજૂથતા દર્શાવવા માટે ઈમરાન સરકાર પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં શુક્રવારે ‘જલસા’ કાર્યક્રમ કરશે. વડાપ્રધાન ઈમરાન ખાન સહિત તેમના ઘણાં મંત્રી આ કાર્યક્રમમાં સામેલ થશે. ઈમરાન ખાને 11 સપ્ટેમ્બરે ‘જલસા’ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આવા આયોજનથી કાશ્મીરના નાગરિકોને એવું જણાવવાનું છે કે, આખુ પાકિસ્તાન તમારી સાથે છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ઉઠાવતા રહ્યા છે પરંતુ તેમને સફળતા મળી નથી. તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ભારતીય રાજકીય નેતાઓએ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના દાવાને નકારી દીધો હતો.

પાકિસ્તાને વિરોધ પ્રદર્શનમાં સ્કૂલના બાળકોને સામેલ કર્યા હતા
પાકિસ્તાન સરકારે 30 ઓગસ્ટે કાશ્મીરમાં સોલિડેરિટી ઓવરની ઉજવણી કરી હતી. તેમાં લોકોને રસ્તાઓ પર આવીને પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ તેમનો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. અધિકારીઓએ સ્કૂલના બાળકોને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ટ્રાફિક પણ રોકી દેવામાં આવ્યો હતો.

એફએટીએફની યાદીમાં બ્લેક લિસ્ટ થઈ શકે છે પાકિસ્તાન
ભારત વિરોધી અભિયાન દરમિયાન પાકિસ્તાનને વિદેશથી મળતી મદદમાં ઝટકો મળી શકે છે. પાકિસ્તાન અધિકારીએ સંકેત આપ્યા છે કે, બેંગકોકમાં આ સપ્તાહમાં આયોજિત એશિયા પેસિફિક સંયુક્ત સમૂહની બેઠકમાં પાકિસ્તાનનું અપેક્ષિત મુલ્યાંકન કરવામાં નથી આવ્યું. તેને જૂન 2018થી ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું છે અને 27 સૂત્રીય એક્શન પ્લાનને લાગુ કરવા માટે 15 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ આ વિશે અમલની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની યાદીમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે.

X
Imran Khan Hold Jalsa In Pakistan Occupied Kashmir (POK) Over Kashmir issue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી