કાર્યવાહી / IGST રિફંડ કૌભાંડ, ગુજરાત સહિત 15 રાજ્યમાં દરોડા

IGST refund scam, raids in 15 states including Gujarat

  • નિકાસકારોએ 450 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ

Divyabhaskar.com

Sep 13, 2019, 12:40 AM IST

નવી દિલ્હી: જીએસટી કૌભાંડમાં સરકારની બે કેન્દ્રીય એજન્સીએ ગુરુવારે મોટાપાયે દરોડા પાડ્યા હતા. ડીજીજીઆઈ અને ડીઆરઆઈ દ્વારા આઈજીએસટી રિફંડનો દાવો કરનારા નિકાસકારોના 336 ઠેકાણે તપાસ કરી હતી તેમાં બંને એજન્સીના 1200 અધિકારી જોડાયા હતા. તેમણે ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉ.પ્ર., મહારાષ્ટ્ર, તમિલનાડુ, બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં દરોડા પાડ્યા હતા.

મોડીરાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ
એવું મનાય છે કે 470 કરોડનો બોગસ આઈટીસી કૌભાંડ નિકસાકારો દ્વારા આચરાયું હોવાનું મનાય છે તેની મૂળ કિંમત 3500 કરોડ થવા જાય છે. 450 કરોડનું રિફંડ તપાસ હેઠળ છે. તપાસ એજન્સીએ મોડીરાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી.

X
IGST refund scam, raids in 15 states including Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી