કર્ણાટક / બળવાખોર ધારાસભ્યો વિશ્વાસમત વિરુદ્ધ વોટ કરશે તો સદસ્યતા રદ થશે: શિવકુમાર

કોંગ્રેસ નેતા શિવકુમાર
કોંગ્રેસ નેતા શિવકુમાર

  • ભાજપ સોમવારે કુમારસ્વામી સરકાર પર વિશ્વાસ મત સાબિત કરવા માટે દબાણ કરશે
  • નાગરાજે કહ્યું હતું- હું કોંગ્રેસમાં રહીશ, બળવાખોર ધારાસભ્ય સુધાકર રાવને પણ પાછો લાવીશ
  • કોંગ્રેસ-જેડીએસના 16 ધારાસભ્ય અત્યાર સુધી રાજીનામુ આપી ચૂક્યા છે, સ્પીકરે સ્વીકાર નથી કર્યા

Divyabhaskar.com

Jul 14, 2019, 02:45 PM IST

બેંગલુરુ: કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બળવાખોર કોંગ્રેસ ધારાસભ્ય એમટીબી નાગરાજને મનાવવામાં અસફળ જણાઇ રહી છે. શનિવારે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારથી મુલાકાત બાદ નાગરાજ રવિવારે ભાજપના નેતા સાથે ખાસ વિમાનથી મુંબઇ પહોંચી ગયા. સૂત્રોનું કહેવું છે કે તેઓ ધારાસભ્ય કે. સુધાકર રાવને પાછા આવવા માટે મનાવશે. સુધાકર સહિત અન્ય બળવાખોર ધારાસભ્ય મુંબઇની રેનેસાં હોટલમાં રોકાયા છે.

બીજી તરફ કોંગ્રેસે સોમવારે બેંગલુરુમાં વિધાનમંડળની બેઠક બોલાવી છે. મંત્રી શિવકુમારે કહ્યું કે અમને ભરોસો છે કે ધારાસભ્યો પાર્ટીમાં પાછા આવી જળે. નિયમ સાફ છે, જો તેમણે વિશ્વાસમત વિરુદ્ધ વોટીંગ કર્યું તો સદસ્યતા રદ્દ થઇ જશે.

વિશ્વાસમત સાબિત કરવા કુમારસ્વામીએ સમય માંગ્યો

કર્ણાટકના રાજકીય સંકટને જોતાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં સ્પીકર રમેશ કુમાર પાસે બહુમતિ સાબિત કરવા સમય માંગ્યો હતો. તેના પર સ્પીકરે કહ્યું હતું કે તેઓ જે દિવસ કહેશે ત્યાં સુધીનો સમય તેમને આપવામાં આવશે.

કુમારસ્વામીનો વિશ્વાસમત સાબિત કરવાની માગના નિર્ણયનું સ્વાગત-ભાજપ

યેદિયુરપ્પાએ કહ્યું કે ભાજપ કુમારસ્વામીના વિશ્વાસ સાબિત કરવા માટે સમય માગવાના નિર્ણયનું સ્વાગત કરે છે. યેજિયુરપ્પાએ કહ્યું કે કર્ણાટકની જનતા વર્તમાન ગઠબંધન સરકારના ભ્રષ્ટચારથી ઘૃણા કરતી હતી. એ જ કારણ છે કે બન્ને પાર્ટીના ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે. ઘણા વધુ અસંતુષ્ટ ધારાસભ્યો પાર્ટી છોડવા માટે તૈયાર છે. આજ કારણે કુમારસ્વામીએ વિશ્વાસ સાબિત કરવા સમય માંગ્યો અને અમને તેમાં કોઇ આપત્તિ નથી. કુમારસ્વામીને સમોવારે પોતે જ વિશ્વાસ મત સાબિત કરવો જોઇએ.


આ પરિસ્થિતિમાં વિશ્વાસમત સાબિત કરવાથી શું સ્થિતિ થશે ?

પ્રથમ: 16 બળવાખોર ધારાસભ્યો સરકાર વિરુદ્ધ વોટિંગ કરશે. આ સ્થિતિમાં સરકારના પક્ષમાં 100 વોટ પડશે. આ સંખ્યા બહુમત માટે જરૂરી 112ના આંકડાથી ઓછી છે. આવામાં કુમારસ્વામી સદનમાં વિશ્વાસ મત ખોઇ બેસશે. બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા ખતમ થઇ જશે.

બીજી: બળખારો ધારાસભ્ય સદનમાં હાજર ન રહે. આ સ્થિતિમાં વિશ્વાસમત સમયે સદનમાં સંખ્યા 207 રહેશે. બહુમત માટે જરૂરી આંકડો 104નો થઇ જશે. પરંતુ બળવાખોરોની અનુપસ્થિતિમાં સરકારના પક્ષમાં માત્ર 100 વોટ પડશે અને સરકાર પડી જશે.

ત્રીજી: બળવાખોરોના રાજીનામા મંજૂર થઇ જાય. આ સ્થિતિમાં સકારને બહુમત માટે 104 ધારાસભ્યોની જરૂર પડશે , જે તેમની પાસે નહીં હોય. સરકાર પડી જશે.

ચોથી: જો વિધાનસભા અધ્યક્ષ બળવાખોરોને અયોગ્ય ઠેરવી દે તો સદનમાં વિશ્વાસમત સમયે સરકારને બહુમત માટે 104નો આંકડો જોઇએ. આ આંકડો તેમની પાસે નહી હોય તેથી આ સ્થિતિમાં પણ સરકાર પડી જશે.

X
કોંગ્રેસ નેતા શિવકુમારકોંગ્રેસ નેતા શિવકુમાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી