મહારાષ્ટ્ર / જો શિવસેનાએ વિધાનસભામાં ભાજપની વિરુદ્ધ વોટ કર્યો, તો તેમને સમર્થન આપવા વિશે વિચારીશુંઃ NCP

  • રાજયપાલે સરકાર ગઠનની પ્રક્રિયા શરૂ કરીને વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે બોલાવ્યો છે
  • રાકાંપા નેતા નવાબ મલિકે કહ્યું કે રાજયપાલે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા ધારાસભ્યોની ખરીદી-વેચાણ પર ધ્યાન આપવું જોઈએ

Divyabhaskar.com

Nov 10, 2019, 03:13 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સતત ખેંચતાણ ચાલી રહી છે. રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(રાકાંપા)એ પણ સરકાર બનાવવા માટે શિવસેનાને સાથે આપવાનો સંકેત આપ્યો છે. રાકાંપાના મુંબઈ ઓફિસના અધ્યક્ષ નવાબ મલિકે કહ્યું છે કે શિવસેના સંસદમાં ભાજપની વિરુદ્ધ વોટ કરે છે, તો અમે તેને સમર્થન આપવા અંગે વિચારી શકીએ છે.

મલિકે કહ્યું કે જો ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરે છે, તો હાઉસમાં ફલોર ટેસ્ટિંગ દરમિયાન રાકાંપા તેમની સામે વોટિંગ કરશે. અમે જોઈશું કે શિવસેના પણ સરકાર પાડવા માટે ભાજપની સામે વોટ કરે છે કે નહિ. બાદમાં અમે શિવસેનાના નેતૃત્વમાં વૈકલ્પિક સરકારના સમર્થન વિશે વિચારીશું.

ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં રાકાંપા નેતાએ કહ્યું કે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે બોલાવીને સરકાર ગઠનની પ્રક્રિયા શરૂ કરી છે. તે પહેલા પણ શરૂ થઈ શકે છે. રાજયપાલે હવે સાવચેતીથી કામ લેવું જોઈએ, કારણ કે ભાજપની પાસે સંતુલિત સરકાર બનાવવા માટે ધારાસભ્ય નથી. તેમણે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ખરીદી-વેચાણ પર નજર રાખવી જોઈએ. મલિકે કહ્યું કે પાર્ટીએ 12 નવેમ્બરે રાજકીય સ્થિત પર ચર્ચા માટે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

શરદ પવારે સરકારમાં સામેલ થવાથી ઈન્કાર કર્યો હતો

રાકાંપા પ્રમુખ શરદ પવારે બુધવારે પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું હતું કે બીજેપી-શિવસેના રાજયમાં સરકાર બનાવે. અમને લોકાએ વિપક્ષ માટે પસંદ કર્યા છે, અમે વિપક્ષમાં જ બેસીશું. મારી પાસે હાલ કહેવા માટે કઈ જ નથી. ભાજપ-શિવસેનાને લોકોનો જનાદેશ મળ્યો છે, આ કારણે તેમણે ઝડપથી સરકાર બનાવી જોઈએ. અમારો જનાદેશ વિપક્ષની ભૂમિકા નિભાવવાનો છે. પવારે કહ્યું કે હવે માત્ર એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેનાએ મળીને સરકાર બનાવવી જોઈએ.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી