સન્માન / પાક.નું એફ-16 વિમાન તોડી પાડનાર અભિનંદનને વીર ચક્ર, શહીદ પ્રકાશ જાધવને કીર્તિ ચક્ર

  • 132 વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ

Divyabhaskar.com

Aug 15, 2019, 03:58 AM IST

નવી દિલ્હી: રાષ્ટ્રપતિએ બુધવારે મિલિટરી અને પેરા મિલિટરી માટે 132 વીરતા પુરસ્કારની જાહેરાત કરી હતી. વીર કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરાશે. અભિનંદનને ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનના હુમલાખોર વિમાન એફ-16ને તોડી પાડ્યું હતું. વીરચક્ર યુદ્ધ સમયનું ત્રીજું સૌથી મોટું વીરતા પદક છે. સ્ક્વોડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ અપાશે. મિન્ટીએ પણ પાકિસ્તાન સામેની એર સ્ટ્રાઈક દરમિયાન ફ્લાઈટ કન્ટ્રોલર તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

કીર્તિ ચક્ર શાંતિ સમયનું બીજું સૌથી મોટું વીરતા પદક
આર્મીના શહીદ પ્રકાશ જાધવને કીર્તિ ચક્ર અપાશે. જાધવ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આતંકીઓ સામેના જંગમાં શહીદ થયા હતા. સીઆરપીએફના ડેપ્યુટી કમાન્ડન્ટ હર્ષપાલસિંહને પણ કીર્તિચક્ર એનાયત થશે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં એક અથડામણ દરમિયાન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીને ઠાર મારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કીર્તિ ચક્ર શાંતિ સમયનું બીજું સૌથી મોટું વીરતા પદક છે. નૌકાદળના કમાન્ડો અમિતસિંહ રાણાને શૌર્યચક્ર એનાયત કરાશે. આર્મીને 107, એરફોર્સને 13 અને નેવીને 6 એવોર્ડ અપાયા છે.

અભિનંદને 27 ફેબ્રુઆરીએ મિગ-21 બિસનથી પાકિસ્તાનના એફ-16 વિમાનનો પીછો કરીને એક વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારપછી તેમનું વિમાન એક મિસાઈલનું ટાર્ગેટ બન્યું હતું અને તે નષ્ટ થાય તે પહેલાં અભિનંદન વિમાનમાંથી નીકળી ગયા હતા અને ત્યારપછી પાકિસ્તાનના એક વિસ્તારમાં ફસાઈ ગયા હતા.

જોકે ભારતના દબાણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને વર્તમાનને છોડી દેવો પડ્યો હતો. પાકિસ્તાની સેનાએ અભિનંદનની ધરપકડ કરી લીઘી હતી પરંતુ 60 કલાક પછી જ તેમને વાઘા બોર્ડર પર ભારતને પરત કરી દેવામાં આવ્યા હતા. વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવતું ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે.

વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈકમાં સામેલ રહેલા મિરાજ-2000ના પાયલટને વાયુસેના મેડલ આપવાની પણ જાહેરાત કરી હતી. જોકે હજી આ વિશે કોઈ ખુલાસો થયો નથી. ભારતીય પાયલટોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ઈધરાયલમાં બનેલા સ્પાઈસ 2000 બોમ્બથી હુમલો કર્યો હતો. આ દરમિયાન અંદાજે 300 આંતકીઓને મારવામાં આવ્યા હતા.

​​​​​​​સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો
કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાની જવાબદારી આતંકી મસૂદ અઝહરના સંગઠને લીધી હતી. હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારપછી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આવેલા આતંકી સંગઠન પર એર સ્ટ્રાઈક કરી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી