AN-32 / વાયુસેનાએ કહ્યું- વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવતુ નથી રહ્યું, 13 લોકો હતા

The Air Force said that there was no survivor on the plane, 13 people were there AN-32

  • જવાનોના પરિવારજનોને તેઓ મૃત હોવાની માહિતી પહોંચાડી દેવામાં આવી છે
  • AN-32એ 3 જૂને આસામના એરબેઝથી ઉડાન ભરી હતી, અરુણાચલ પ્રદેશમાં ગુમ થયું હતું વિમાન

Divyabhaskar.com

Jun 13, 2019, 04:17 PM IST

ઈટાનગર: વાયુસેનાની ટીમ ગુમ થયેલ વિમાનની તપાસ કરી રહ્યુ છે. વાયુસેનાએ ગુરુવારે કહ્યું છે કે, ટીમને દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવીત હોવાના પુરાવા મળ્યા નથી. વિમાનનમાં 13 જવાન હતા. તે દરેકના પરિવારને માહિતી આપી દેવામાં આવી છે.

વાયુ સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન મંગળવારે 3 જૂને ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ અરુણાચલના સિયાંગ જિલ્લાના જંગલમાં મળ્યો હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારપછી બુધવારે બે હેલિકોપ્ટર દ્વારા 15 જવાન અને પર્વતારોહીની ટીમને દુર્ઘટના સ્થળ પર ઉતારવામાં આવી હતી. ટીમે 12 હજાર ફૂટની ઉંચાઈ પરથી જંગલમાં પડેલા કાટમાળ અને તેમાં મુસાફરી કરેલા લોકોની તપાસ કરી હતી.

શહિદોમાં વિંગ કમાન્ડર જીએમ ચાર્લ્સ, સ્ક્વાડ્રન લીડર એચ વિનોદ, ફ્લાઈટ લેફ્ટિનન્ટ આર તાપા, ફ્લાઈટ લેફ્ટિનન્ટ એ તંવર, ફ્લાઈટ લેફ્ટિનન્ટ એસ મોહંતી અને ફ્લાઈટ લેફ્ટિનન્ટ એમ કે ગર્ગ સામેલ છે. તેમના સિવાય વોરંટ ઓફિસર કેકે મિશ્રા, સાર્જન્ટ અનૂપ કુમાર, કોર્પોરેલ શેરિન, લીડ એરક્રાફ્ટ મૈન એસકે સિંહ, પંકજ અને અસૈન્યકર્મી પુતાલી, રાજેશ કુમાર પણ આ દુર્ઘટનામાં શહીદ થયા છે.

8 દિવસ મોટા પાયે સર્ચ ઓપરેશન કરાયું: એએન-32એ 3 જૂને આસામના એરબેઝથી ઉડાન ભરી હતી. તે અરુણાચલથી ગુમ થયું હતું. તેમાં વાયુસેનાના 8 ક્રૂ સહિત 13 લોકો હતા. ત્રણેય સેનાની મદદથી આઠ દિવસ સુધી મોટાપાયે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન એમઆઈ-17 હેલિકોપ્ટરને અરુણાચલના જંગલમાં વિમાનનો મલબો જોવા મળ્યો હતો.

X
The Air Force said that there was no survivor on the plane, 13 people were there AN-32
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી