પ્રદૂષણ નિયંત્રણ / દિલ્હીના રસ્તાઓ પર 4થી 15 નવેમ્બર વચ્ચે ફરીથી ઓડ-ઈવન ફોર્મ્યુલા, રજાઓના દિવસે છૂટ મળશે

Arvind Kejriwal odd even formula again applied November Updates

  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને દિવાળી પર ફટાકડાં ન ફોડવાની અપીલ કરી 
  • ઓડ-ઈવન હેઠળ દિલ્હીમાં એક દિવસ ઓડ નંબરની ગાડીઓ અને બીજા દિવસે ઈવન નંબરની ગાડીઓ ચલાવવાની પરવાનગી હશે 
  •  દિલ્હી સરકારે જાન્યુઆરી 2016 અને એપ્રિલ 2016માં ઓડ-ઈવન લાગુ કરી હતી 

Divyabhaskar.com

Sep 13, 2019, 01:41 PM IST

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, આ વખતે ફરી પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે 4 થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. દિલ્હી સરકાર દરેક વોર્ડમાં બે-બે એન્વાર્યમેન્ટ માર્શલ તૈયાર કરશે. ઝાડ રોપવા માટે એક નંબર પણ જાહેર કરાશે.

રાજધાનીને પોલ્યુશન ફ્રી કરવા માટે 7 યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં પ્રદૂષણ મુક્ત દિવાળી,ઓડ-ઈવન પોલિસી, પોલ્યુશન માસ્કનું વિતરણ, કચરો બાળવા પર પ્રતિબંધ, હોટસ્પોટ એક્શન પ્લાન, ડસ્ટ પોલ્યુશન કંટ્રોલ અને દિલ્હી ટ્રી ચેલેન્જ પ્રોગ્રાની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે જાન્યુઆરી 2016 અને એપ્રિલ 2016માં ઓડ-ઈવન વ્યવસ્થા લાગુ કરી હતી. રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં કુલ પ્રદુષણમાં 25%થી 30% ફાળો વાહનોમાંથી નીકળતો ધુમાડાનો છે.

ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાવીશું

  • કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં સરકારી બસોના રૂટમાં ફેરફાર કરીને ફ્રિકવેન્સી વધારવામાં આવશે. નવી બસો વધારવામાં આવશે. જેનાથી રસ્તાઓ પર વાહનોનું દબાણ ઘટશે. બસ સ્ટેન્ડને મોર્ડન બનાવવામાં આવશે. જેથી બસ કેટલા સમયમાં આવશે તેની ખબર પડી શકશે. ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી અપનાવવામાં આવશે. 2021 સુધી જે નવી બસો આવશે, તે તમામ ઈલેક્ટ્રિક હશે
  • નવા ટ્રાફિક નિયમો હેઠળના મેમા પર કેજકીવાલે કહ્યું કે, બધા ઈચ્છી રહ્યાં છે કે ટ્રાફિક સુધરે, જેનાથી ઘણા લોકોના જીવ જાય છે. પોલ્યુશન સેન્ટર પર લાંબી લાઈનો લાગે છે. અમે નવા નિયમોની સમીક્ષા કરી રહ્યાં છીએ. જો લોકોને કોઈ સમસ્યા હશે તો તેનું પણ સમાધાન કરાશે. એક વાત તો સ્પષ્ટ છે કે નવા નિયમોથી ટ્રાફિકમાં સુધારો આવ્યો છે. છેલ્લા બે ઓડ-ઈવનમાં અમને જે શીખ મળી છે. તેમને આ વખતે સામેલ કરવામાં આવશે.

દિલ્હીમાં કયા કારણથી કેટલું પ્રદૂષણ?
ગાડીઓના ધુમાડાના કારણેઃ 25%થી 30%
આઈઆઈટી કાનપુરના જાન્યુઆરી 2016ના રિપોર્ટ પ્રમાણે, દિલ્હીમાં વાહનોના કારણે 25%થી 30% સુધી પ્રદુષણ ફેલાય છે. આ પ્રદુષિત કણો વાતાવરણમાં ફેલાઈને પીએમ 2.5 જેવા જીવલેણ પ્રદુષિત કણોને વધારી રહ્યું છે.

કોલસા અને ધૂળની રાખથી પ્રદૂષણઃ5%
દિલ્હીમાં રેસ્ટોરન્ટ, ફેક્ટરી, ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં કોલસાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પ્લાસ્ટિક હોય અથવા કોઈ પણ મટેરિયલ, તેનાથી જે રાખ બને છે તેમાથી ફેલાતો ધુમાડો પીએમ 2.5ના સ્તરને 5 ટકા સુધી વધારી દે છે.

ઈન્ડસ્ટ્રીઓ સેકન્ડરી પોલ્યૂટેટ્સ વધારે છેઃ 30%
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, નાઈટ્રોજન ઓક્સાઈડ, કાર્બન મોનો ઓક્સાઈડ જેવા અન્ય પોલ્યુટેડ પાર્ટિકલ્સ વાતાવરણમાં ફેલાઈ રહ્યાં છે. જેને ઈન્ડસ્ટ્રીઝ તથા ફેક્ટરીમાંથી નીકળનારા ધુમાડાને વધારી રહ્યો છે જે 30% છે.

કચરાને બાળવાથી ફેલાતું પ્રદૂષણઃ 8%
ગાજીપુર, ઓખલા અને ભલસ્વા લેન્ડફિલ સાઈટોમાંથી મોટાભાગનો કચરો બળી જાય છે. દિલ્હીના વાતાવરણમાં તેનું યોગદાન પીએમ 2.5નું સ્તર વધારવામાં 8% છે.

રોડ ડસ્ટ અને કન્સ્ટ્રક્શનના કારણે થનારું પ્રદૂષણઃ 6%
આઈઆઈટી કાનપુરના રિપોર્ટ પ્રમાણે, પીએમ 2.5નું લેવલ વધારવામાં રોડ ડસ્ટ તથા કંસ્ટ્રક્શનથી ફેલાતા પ્રદૂષણનું કોન્ટ્રિબ્યૂશન 6 ટકા સુધી છે.

ખેતરનો કૂચો સળગાવવાથી થતું પ્રદૂષણઃ26%
પ્રદુષણનું બીજુ સૌથી મોટું કારણ ખેતરનો કુચો છે. જેનાથી પ્રદૂષણનું પ્રમાણ ભયજનક સ્થિતીમાં પહોંચી જાય છે. પીએમ 2.5ને વધારવામાં ખેતરના કૂચાનું 26 ટકા યોગદાન છે.

પીએમ 10
રોડ ડસ્ટ અને કન્સ્ટ્રક્શનઃ 56%
આબોહવામાંથી સૌથી વધુ પીએમ 10 રોડ ડસ્ટ અને કંસ્ટ્રક્શન સાઈટોથી વધે છે. જેનાથી 56% વધી જાય છે.

X
Arvind Kejriwal odd even formula again applied November Updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી