અયોધ્યા વિવાદ / હિન્દુ પક્ષે 7.5 લાખ, મુસ્લિમ પક્ષે 5 લાખ પેજની ફોટો કોપી કરાવી

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીર

  • 7 સેટ કોર્ટમાં અપાય છે તેમાંથી 5 સેટ જજને બે સેટ કોર્ટની કોપીમાં મુકાય છે
  • અયોધ્યા વિવાદ: 37 દિવસની સુનાવણીમાં દસ્તાવેજોનો ઢગલો

Divyabhaskar.com

Oct 13, 2019, 01:15 AM IST

પ્રમોદકુમાર ત્રિવેદી, નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ મામલે દસ્તાવેજીકરણ એટલું અઘરું થઈ ગયું છે કે હિન્દુ-મુસ્લિમ પક્ષ અને નિર્મોહી અખાડાએ આ મામલે 37 દિવસની સુનાવણીમાં આશરે 11 લાખ પેજની ફોટો કોપી કરાવી છે. આ દસ્તાવેજોની સંખ્યા જોઈ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે મદ્રાસ હાઈકોર્ટની જેમ દસ્તાવેજોના ફોન્ટની સાઈઝ નાની કરવામાં આવે. સ્પેસ પણ ઓછું અપાય. તેનાથી કાગળ અને વૃક્ષો બચશે. લિગલ પેપરની જગ્યાએ સામાન્ય A4 કાગળનો ઉપયોગ કરવામાં આવે. ધવનની માંગને હિન્દુ પક્ષે પણ સમર્થન આપ્યું છે. આ મામલે જસ્ટિસ બોબડેએ કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટમાં જો A4 કાગળનો ઉપયોગ થઈ રહ્યો હોય તો તમે દસ્તાવેજ બતાવો જેથી તેના ઉપયોગ પર વિચાર કરી શકાશે.

સુપ્રીમકોર્ટમાં નિયમ બદલાશે તો હાઈકોર્ટ અને અન્ય કોર્ટ પણ નિયમ બદલી શકે છે
સુપ્રીમકોર્ટના વકીલ ઉજમી હુસૈન જણાવે છે કે જો સુપ્રીમકોર્ટના નિયમ બદલાશે તો બાકી કોર્ટ પણ પર્યાવરણ સંરક્ષણ માટે નિયમ બદલી શકે છે. જો કે દરેક હાઈકોર્ટના પોતાના નિયમ છે અને તે કોઈ એક નિયમ માનવા બંધાયેલા નથી. અત્યારે દેશમાં 7 સેટ કોર્ટને આપવામાં આવે છે. તેમાંથી 5 સેટ જજોને, 2 સેટ કોર્ટની કોપીમાં મૂકવામાં આવે છે.

અત્યાર સુધી 14 ફોન્ટની સાઈઝમાં પેપર રજૂ થાય છે
સુપ્રીમકોર્ટ દેશની કોઈપણ કોર્ટમાં જે પણ દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે તે 14ની ફોન્ટની સાઈઝમાં હોય છે. લાઈટ ગ્રીન કલરના લિગર પેપર પર ચારે બાજુ દોઢ-દોઢ ઇંચની માર્જિંગ છોડવું પડે છે.

હવે A4 પેપરના ઉપયોગની વકીલો દ્વારા રજૂઆત
રાજીવ ધવને કોર્ટને જણાવ્યું કે લિગલ પેપરને બદલે A4 પેપરનો ઉપયોગ કરવામાં આવે અને તેની ચારે બાજુને બદલે એક જ બાજુ દોઢ ઇંચનું માર્જિંગ છોડવામાં આવે. દરેક લાઈનની વચ્ચે સ્પેસ એકની કરવામાં આવે.

X
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીરસુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી