જન્મભૂમિ રામની / ચુકાદા બાદ બરેલીમાં હિન્દુ-મુસ્લિમે એક-બીજાને ગુલાબ આપ્યા, બિકાનેર અને ખરગોનમાં કાયદો તોડનાર 3 વ્યક્તિની ધરપકડ કરાઈ

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ બરેલીમાં એકબીજાને ગુલાબ આપતી જોવા મળે છે હિન્દુ-મુસ્લિમ
Hindu, Muslim give each other roses in Bareilly after the verdict, 3 law breakers arrested in Bikaner and Khargone
Hindu, Muslim give each other roses in Bareilly after the verdict, 3 law breakers arrested in Bikaner and Khargone

  • ઈટાવામાં મસ્જિદમાં સફેદ ઝંડા લગાવી અમન-શાંતિનો સંદેશ આપવામાં આવ્યો, બરેલીમાં હિન્દુ-મુસ્લિમોએ એકબીજાને ગુલાબ આપ્યા.
  • ખરગોનમાં ફટાકડા ફોડવા બદલ બે વ્યક્તિની અને બિકાનેરમાં ભડકાઉ પોસ્ટ કરવા બદલ એક યુવાનની ધરપકડ
  • ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કેટલીક જગ્યા પર ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું

Divyabhaskar.com

Nov 09, 2019, 06:35 PM IST

લખનઉ/ભોપાલ/જયપુર: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઈટાવામાં મસ્જિદથી અમન-શાંતિ અને ભાઈચારાના સંદેશ આપવામાં આવ્યા હતા તો બરેલી તથા રાંચીમાં હિન્દુ-મુસ્લિમોએ એકબીજાને ગળે લગાવી ચુકાદાનું સ્વાગત કર્યું હતું. ખરગોન તથા બીકાનેરમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ

કોર્ટના આ ચુકાદા બાદ બરેલીમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો એક-બીજાને ગુલાબના ફુલ આપ્યા હતા. બીજીબાજુ ઈટાવામાં મોટી મસ્જિદથી અમનનો સંદેશ આપવામાં આવ્યો હતો. મસ્જિદના મીનાર પર મોટા સફેદ ઝંડા લગાવવામાં આવ્યા અને બાબરી મસ્જિદ અંગે કોર્ટના ચુકાદાનો સ્વીકાર કર્યો હતો તથા શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. ચુકાદો આવ્યો તે અગાઉ અલીગઢ. મુઝફ્ફરનગર તથા કાનપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ડીજીપી ઓપી સિંહે કહ્યું હતું કે જરૂરી હોવાના સંજોગોમાં આ
વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી શકાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે જ ડાયલ-100ની ઓફિસ ખાતે પહોંચી ગયા હતા.

મધ્યપ્રદેશઃ
મુખ્યમંત્રી કમલનાથે તેમની યાત્રા રદ્દ કરી ભોપાલ પરત આવ્યા હતા. અધિકારીઓ સાથે કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ખરગોનમાં ફટાકડા ફોડી રહેલા બે યુવકોની પોલીસે ધપરકડ કરી હતી. જિલ્લામાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. જેમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. ઈન્દોરના લોધીપુરામાં ફટાકડા ફોડી રહેલા લોકોને પોલીસે હાકી કાઢ્યા હતા. સાગરમાં ફટાકડા ફોડી રહેલા એક મંદિરના પુજારીની પોલીસે ધરપકડ કરી હતી, પોલીસ સ્ટેશનમાં લેખિત માફી માગ્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા.

રાજસ્થાનઃ
બપોરે 12 વાગ્યે જયપુરમાં મોબાઈલ ઈન્ટરનેટ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. પ્રશાસ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જરૂર પડવાના સંજોગોમાં રાજ્યની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી શકાય છે. બીકાનેરમાં ચુકાદા અગાઉ ફેસબુક પર ભડકાઉ પોસ્ટ કરનાર એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

ઝારખંડ

અયોધ્યા અંગે ચુકાદો આવ્યા બાદ રાંચીમાં જન-જીવન સામાન્ય રહ્યું હતું. રાંચીના રોડ પર હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સંપ્રદાયિક શાંતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. બન્ને પક્ષોએ એકબીજાને ગળે લગાવી પરસ્પર ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.

છતિસગઢ

છતિસગઢમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ મોડ પર છે. ચુકાદો આવ્યા બાદ અહીં સ્થિતિ સામાન્ય છે અને કોઈ જ ઘટના બની નથી.

બિહાર

બિહારમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. અહીં સુરક્ષા વ્યવસ્થા કડક છે. મુખ્યમંત્રી નીતિશકુમાર જાતે જ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

પંજાબઃ

પંજાબના ડેરા બાબા નાનકમાં કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ VIP અહી ઉપસ્થિત છે. બે દિવસ બાદ અહીં ગુરુ નાનકજીના 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે અહીં સૌ આયોજનમાં જોડાયેલ છે. અયોધ્યા ચુકાદાની અહી કોઈ જ અસર થઈ નથી.

X
Hindu, Muslim give each other roses in Bareilly after the verdict, 3 law breakers arrested in Bikaner and Khargone
Hindu, Muslim give each other roses in Bareilly after the verdict, 3 law breakers arrested in Bikaner and Khargone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી