તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આતંકી હુમલાના ઈનપુટ પછી પંજાબમાં હાઈએલર્ટ; પઠાણકોટ-ગુરદાસપુરમાં સર્ચ ઓપરેશન, 3000 જવાન તહેનાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લામાં 113 ડીએસપીની નજર હેઠળ ટીમ રવાના કરવામાં આવી છે, દરેક ઘર, જંગલ અને બોર્ડર પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે
  • સીમા પર પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી અને ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના આતંકીઓના ખુલાસાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

પઠાણકોટ: પંજાબમાં આતંકી હુમલાના ઈનપુટ પછી પઠાણકોટ અને ગુરદાસપુરમાં હાઈએલર્ટ જાહેર કરીને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમૃતસરને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. પઠાણકોટના કલેક્ટર રામબીરે જણાવ્યું કે, આ ઓપરેશન માટે જલંધર અને ફિલ્લૌરથી 3 હજાર જવાન બોલાવવામાં આવ્યા છે. તેમને પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લામાં પણ મોકલવામાં આવ્યા છે.
 
શુક્રવારે સાંજે પઠાણકોટના સ્ટેડિયમમાં ઈમરજન્સી મીટિંગ કરવામાં આવી હતી. તેમાં 113 ડીએસપીની નજર હેઠળ ટીમ બનાવીને કોમ્બિંગ ઓપરેશન માટે મોકલવામાં આવી છે. ઓપરેશન 3 દિવસ ચાલશે. તેના અંતર્ગત શહેરથી લઈને બોર્ડર સુધીના દરેક ઘર અને જંગલની તપાસ કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી અંતર્ગત બેડ રિઝર્વ કરાવી દેવામાં આવ્યા છે. પંજાબ પોલીસે હિમાચલ પોલીસ સાથે મળીને ડમટાલના જંગલોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
 

પઠાણકોટ એરબેઝ અને અમૃતસર એરપોર્ટ પર આતંકી હુમલાના ઈનપુટ
છેલ્લા ચાર દિવસથી સતત ફિરોઝપુર બોર્ડર પર ડ્રોન દેખાવા અને ખેમકરણથી પકડાયેલા આતંકીઓના ખુલાસા પછી સમગ્ર પંજાબને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. પઠાણકોટ એરબેઝ અને અમૃતસર એરપોર્ટ પર આતંકી હુમલાના ઈનપુટ મળ્યા પછી આ જિલ્લામાં બટાલિયનને હથિયાર, બુલેટ પ્રૂફ જેકેટ અને ડ્રેગન લાઈટ્સની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે ડીજીપી પંજાબ દિનકર ગુપ્તાએ ઓપરેશનને નિયમિત ગણાવીને આતંકી હુમલાના જોખમનો ઈનકાર કર્યો છે. મોટી સંખ્યામાં પોલીસ બળ તહેનાત અને આતંકી ઈનપુટ મળ્યાની ખબર પછી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
 

4 આતંકીઓને દિલ્હી લઈ ગઈ NIA
ડ્રોન દ્વારા પાકિસ્તાનથી હથિયાર લાવવાના મામલે શંકાસ્પદ 9 આતંકીઓમાંથી 4 આતંકીઓને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ) તપાસ માટે દિલ્હી લઈ ગઈ છે. મોહાલી કોર્ટે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર (કેજેડએફ)ના આંતકી માનસિંહ, બળવંત સિંહ, આકાશ દીપ અને શુભદીપને કોર્ટે એએનઆઈને પાસે પાંચ દિવસના રિમાન્ડ માટે મોકલી દીધા છે. કોર્ટે અન્ય પાંચ આતંકીઓ રોમનદીપ સિંહ રોબિન, સાજનપ્રીત, ગુરદેવ સિંહ, બલબીર સિંહ અને હરભજન સિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં અમૃતર સેન્ટ્રલ જેલ મોકલી દીધા છે.
 

ફિરોઝપુર સીમા પર સતત ચાર દિવસ પાકિસ્તાની ડ્રોન દેખાયુ
ફિરોઝપુર બોર્ડર નજીક હુસૈનીવાલા ચેક પોસ્ટ પર 7થી 10 ઓક્ટોબર સુધી સતત ચાર દિવસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ત્યારપછી સીમા પર એલર્ટ વધારી દેવામાં આવ્યું છે. આ પહેલાં પંજાબના પોલીસ પ્રમુખ દિનકર ગુપ્તાએ 24 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી 9-16 ડિસેમ્બર દરમિયાન 8 ચીની ડ્રોન દ્વારા 80 કિલો વિસ્ફોટક સામગ્રી પંજાબ અને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે. પાકિસ્તાનના આતંકી સંગઠન પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં મોટા બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તે માટે પાકિસ્તાન સેના અને આઈએસઆઈ આતંકી સંગઠન કેજેડએફનું સમર્થન કરી રહી ચે. 22 સપ્ટેમ્બરે પંજાબના તરનતારનથી કેજેડએફના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક આતંકી આકાશદીપની નિશાનદેહીના આધારે ડ્રોન મેળવવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો