હવામાન / ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી 133 ઈમારત પડી, 15ના મોત

Heavy Railfall in Lucknow UP, 15 dead, 133 buildings collapse

  • વરસાદમાં ઉત્તરપ્રદેશના 14 જિલ્લા પ્રભાવિત થયા
  • 11 રાજ્યોમાં શનિવારે ભારે વરસાદની આગાહી
  • આસામમાં પૂરથી 17 જિલ્લા પ્રભાવિત, 800 ગામ ડૂબ્યા

Divyabhaskar.com

Jul 13, 2019, 04:03 PM IST

લખનઉ: ઉત્તરપ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 14 જિલ્લામાં 15 લોકોના મોત થયા છે. સરકારી ડેટા પ્રમાણે 9થી 12 જુલાઈ વચ્ચે 23 જાનવરોના મોત થયા છે જ્યારે 133 ઈમારત પડી છે. પ્રભાવિત થવાના કારણે જિલ્લામાં ઉન્નાવ, આંબેડકરનગર, પ્રયાગરાજ, બારાબંકી, હરદોઈ, ખિરી, દૉગોરખપુર, કાનપુર નગર, પીલીભીત, સોનભદ્ર, ચંદોલી, ફિરોઝાબાદ, મઉ અને સુલ્તાનપુર છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે લખનઉમાં શનિવાર સહિત આગામી પાંચ દિવસ સુધી વાદળા છવાયેલા રહેશે. એક અથવા બે વાર વરસાદ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, દરિયાઈ કર્ણાટક, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં શનિવારે ભારે વરસાદ થવાની શક્યતા છે.

આસામના 17 જિલ્લા પૂરથી પ્રભાવિત
દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ભારે વરસાદ છે. ભૂસ્ખલન અને પૂરના કારણે આ વિસ્તારમાં શુક્રવારે 7 લોકોના મોત થયા છે. આસામમાં બ્રહ્મપુત્રમાં આવેલા પૂરના કારણે 4.23 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં ધેમાજી, વિશ્વનાથ. જોરહાટ. ડારોંગ, બારપેટા, નલબારી, મજૌલી, ચિરંગ, ડિબ્રૂગઢ અને ગોલાઘાટ સહિત 17 જિલ્લામાં પૂર આવ્યું છે. ગોલઙાટમાં પૂરના કારણે 3 લોકોના મોત થયા છે.

આસામમાં સૌથી વધારે અસર બારપેટમાં થઈ છે. અહીં 85 હજાર લોકો પૂરથી પ્રભાવિત છે. તે સિવાય 800 ગામ અને 41 રેવન્યૂ સર્કલ પૂરમાં ડૂબી ગયા છે. લોકોને રાહત આપવા માટે કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. કાજીરંગા નેશનલ પાર્ક પણ પૂરથી પ્રભાવિત છે.

X
Heavy Railfall in Lucknow UP, 15 dead, 133 buildings collapse
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી