જમ્મુ-કાશ્મીર / ભય ફેલાવવા શ્રીનગરના બજારમાં આતંકીનો ગ્રેનેડ હુમલો, 11 ઘાયલ, સર્ચ ઓપરેશન શરૂ

grenade attack in srinagar harisingh Jammu Kashmir News and updates

  • આતંકીઓએ શ્રીનગરમાં હરી સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે ગ્રેનેડ હુમલો કર્યો
  • કાશ્મીરમાં સોમવારથી પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ થશે

Divyabhaskar.com

Oct 13, 2019, 12:20 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આતંકીઓ, દુકાનદારો, ટ્રાન્સ્પોર્ટર અને અન્ય સંસ્થાનોને ધમકી આપી રહ્યાં છીએ. શનિવારે લોકોમાં ભય ફેલાવવા માટે શ્રીનગરની હરિસિંહ હાઈસ્ટ્રીટ માર્કેટમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. હુમલા સમયે બજારમાં ખરીદારોની ભીડ હતી. જેમાં 16 લોકો ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ વિસ્તારની નાકાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહ્યાંનો દાવો કરી તંત્રે રાજ્યના તમામ 10 જિલ્લામાં સોમવારથી પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે ઇન્ટરનેટ અત્યારે બંધ જ રહેશે.

આ ગ્રેનેડ એટેક એ સમયે થયો છે જ્યારે ખીણ વિસ્તારમાં સખત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા ગુરુવારથી જ ખીણ વિસ્તારોમાં પર્યટકોન ફરવા માટે છૂટ આપવામાં આવી છે.

સામાન્ય સ્થિતિ વિશે ચિંતા
જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ થયા પછી પણ પથ્થરમારો અટકવાનું નામ નથી લેતો. 5 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં 300થી વધારે પથ્થરમારાની ઘટના સામે આવી ચૂકી છે. જોકે સેના અને સરકાર તરફથી ખીણમાં સતત સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ખીણ વિસ્તારમાં સક્રિય છે આતંકીઓ

આ પહેલાં જમ્મુ-કાશ્મીરના અવંતીપુરમાં મંગળવારે સેનાની આતંકીઓ સાથે અથડામણ પણ થઈ હતી. તેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખ લશકર-એ-તોઈબાના અબુ મુસ્લિમ તરીકે કરવામાં આવી છે.

આતંકી અવંતીપુરમાં જ રહેતો હતો. તે 4 જુલાઈ 2018માં આતંકી સંગઠન સાથે જોડાયો હતો. મળેલી ખાનગી માહિતી પ્રમાણે, અબુ મુસ્લિમ અવંતીપોરા પોલીસ સ્ટેશન અને માલનપોરામાં એરબેઝ પાસે હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો.

X
grenade attack in srinagar harisingh Jammu Kashmir News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી