વિવાદ / પેંગોન્ગ લેકમાં ભારતીય જવાનોના પેટ્રોલિંગ ઉપર ચીને વાંધો ઉઠાવ્યો, બન્ને દેશના સૈનિકોમાં ટકરાવ: રિપોર્ટ્સ

  • ભારતીય સેનાના જવાન પેંગોન્ગ નદીના ઉત્તરી કિનારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ચીનના પીપુલ્સ લિબરેશન આર્મી સાથે વિવાદ થયો

Divyabhaskar.com

Sep 12, 2019, 11:50 AM IST

નેશનલ ડેસ્ક: ભારત અને ચીન સેના ફરી લદ્દાખમાં આમને-સામને આવી ગઈ છે. હકીકતમાં બુધવારે પેંગોન્ગ ઝીલના ઉત્તરી કિનારા પર બંને સેનાઓના જવાનો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારપછી બંને પક્ષો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા થઈ હતી. ત્યારપછી સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, બુધવારે ભારતીય સેનાના જવાન પેંગોન્ગ નદીના ઉત્તરી કિનારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સામનો ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સાથે થયો હતો. ચીની સેના ભારતીય જવાનોની હાજરીનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને સેનાઓના જવાન વચ્ચે વિવાદ થયો હતો. ત્યારપછી સીમા પર જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી હતી.

સેનાના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, પેંગોન્ગ લેકનો હિસ્સો ઘણો વિવાદિત છે. તેનો બે તૃતિયાંશ હિસ્સો ચીનના કબજાવાળા તિબ્બેટમાં છે. બાકીનો ભારતીય સીમામાં છે. આ નદી કિનારાની લંબાઈ અંદાજે 134 કિમી છે. ચીનને ઝીલના ઉત્તરી ભાગમાં ભારતીય જવાનોની હાજરીથી તકલીફ હતી. ચીની સેનાનો વિરોધ કર્યા પછી ભારતીય જવાન ત્યાંથી હટ્યા નહીં. કારણકે તેઓ ભારતીય સીમામાં જ હતા. બંને સેનાઓ વચ્ચે તણાવ ઓછો કરવા માટે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓએ ફ્લેગ મીટિંગ કરી. ત્યારપછી ચીની સૈનિકો પાછા હટવા તૈયાર થયા હતા અને તેમની વચ્ચેનો વિવાદ પૂરો થયો હતો.

નોંધનીય છે કે, ચીન બોર્ડર પર ભારતીય સેના ઓક્ટોબરમાં મોટો યુદ્ધભ્યાસ કરવાની છે. ભારતીય સેનાની માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 5,000થી વધુ જવાન ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં વાયુ સેના સાથે યુદ્ધભ્યાસ કરવાની છે. ચીન બોર્ડર પર આ પહેલો યુદ્ધભ્યાસ થશે. સેનાના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા કહ્યું છે કે, તેજપુર સહિત 4 કોરને હાઈ અલ્ટીટ્યૂડ પર આપણી સેનાની રક્ષા માટે તહેનાત કરવામાં આવશે. જ્યારે 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 2500 જવાનોને એરફોર્સ એરલિફ્ટ કરશે. સ્ટ્રાઈક કોરના જવાન યુદ્ધભ્યાસમાં 4 કોરના જવાનો પર હવાઈ હુમલો કરશે.

કાશ્મીર મુદ્દે ચીન પાકિસ્તાન સાથે
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત રાજ્યમાં વહેંચવાનો ચીને વિરોધ કર્યો હતો. તેઓ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાનનો સાથ આપી ચૂક્યા છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, જ્યારે જમ્મુ-કાશ્મીરની વાત આવે છે ત્યારે તેમાં પાકિસ્તાનના કબજાવાળુ પીઓકે અને ચીનના કબજાવાળા એક્સાઈ ચીનનો પણ સમાવેશ થઈ જાય છે. આ બંને વિસ્તારો જમ્મુ-કાશ્મીરના અભિન્ન અંગ છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી